અમદાવાદમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા
સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા અમદાવાદ શહેરમાંથી સોલા પોલીસે હથિયારોનું મોટું રેકેટ ઝડપી પાડ્યુ છે, અને પોલીસે આ આરોપીઓ પાસેથી એક રિવોલ્વર, 12 કારતુસ અને ચાર ફોડેલા કારતુસ કબજે કરીને બે આરોપીઓની અટકાયત પણ કરી છે. ગાંધીનગરના પ્રતીકકુમાર ઈશ્વરભાઈ ચૌધરી નામના નિવૃત આર્મીમેનની ધરપકડ કરવામાં આવી હતી. આસામા રાઈફલના નિવૃત આર્મી જવાન આ હથિયારોનું રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓ જમ્મુ કાશ્મીરથી હથિયારો લાવી ગુજરાતમાં વેચતા હતા. અત્યાર સુધીમાં 20 જેટલા હથિયારો વેચ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
અમદાવાદમાંથી હથિયારોની લે-વેચનું મોટું રેકેટ ઝડપાયું
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર જી.એસ મલિક દ્વારા સ્ટાફના માણસોને આગામી પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આવતા તહેવારો નિમિતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તે સારૂ ગેરકાયદેસર હથીયારોનો વેપાર કરતા ઈસમોને પકડી પાડવા તેમજ બનતા ગુનાઓ અટકાવવા સુચના આપાવામા આવી છે. જે અંતર્ગત સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન 13 ઓગસ્ટના રોજ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે એસ પી રીંગ રોડ ઓગણજ સર્કલ ખાતેથી એક ઈસમને પાસ પરમિટ કે પરવાના વગરના હથિયારો જપ્ત કર્યા છે.
આ પણ વાંચો : અનોખો સંયોગ ! આજે શહીદ મહિપાલસિંહનો બર્થ-ડે અને આજે જ 12મું
પકડાયેલ મુદ્દામાલ
પોલીસે 10 રિવોલ્વર અને એક પિસ્તોલ સહિત 142 જીવતા રાઉન્ડ તેમજ 29 ફોડેલા રાઉન્ડ, સાત હથિયારના લાયસન્સ અને કાર સહિત 11 લાખ 43 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યોછે. આ સાથે
પકડાયેલો આરોપી પ્રતીક ચૌધરી પાસેથી કુલ ચાર રિવોલ્વર અને એક પિસ્ટલ અને 63 કારતુસ જીવતા અને 14 ફૂટેલા કારતૂસ રિકવર કર્યા છે.
પૂછપરછમાં થયા મોટા ખુલાસા
આરોપીની પુછપરછ દરમ્યાન આરોપીએ અમદાવાદ તથા ગાંધીનગર જીલ્લાઓમાં અલગ અલગ લોકોને જમ્મુ કશ્મીર ખાતેથી રીવોલ્વર હથીયાર લાવી તેના ખોટા લાયસન્સ બનાવી અલગ અલગ વ્યકતિઓને વેચાણ કરેલ હોવાની કબુલાત કરી હતી. જેના આધારે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડની અલગ અલગ ટીમો બનાવી આરોપી દ્વારા જણાવેલ ઇસમોની સત્વરે તપાસ કરી આરોપી પ્રતિક ચૌધરી દ્વારા વેચાણ કરેલ હથીયારો તેમજ ખોટા બનાવેલ હથીયાર ઝડપી પાડી જપ્ત કરવામા આવ્યા છે. આ મામલે 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ
હથિયાર અમદાવાદ, મહેસાણા તેમજ ગાંધીનગર જિલ્લાઓમાં અલગ અલગ લોકોને વેચ્યા હોવાની હકીકત સામે આવી હતી.
આ પણ વાંચો : નડિયાદ : સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત મળ્યા નવજાતના શરીરના છુટા છુટા અંગો