કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કંડલાના દરિયામાં હોંગકોંગના જહાજમાં વિસ્ફોટ, વેસલ એક તરફ નમી ગયું, જાણો શું બની ઘટના

ભુજ, 06 જુલાઇ 2025: Kachchh હોંગકોંગના 26 વર્ષ જૂના વેસલમાં કંડલાથી પરત ફરતી વેળાએ રવિવારે બપોરે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ ન થતાં દિનદયાળ પોર્ટ પ્રશાસન સહિત હાશાકારો થયો હતો. આ જહાજમાં બ્લાસ્ટ વખતે કેટલા ક્રૂ મેમ્બર હતા અને કયું કેમિકલ ખાલી કરીને આ જહાજ પરત જતું હતું તે સહિતની વિગતો જાણો.

મહાબંદરગાહ નજીકના દરિયામાં 21 ક્રૂનો બચાવ

દેશના મહાબંદરગાહ કંડલાના પોર્ટમાંથી મિથેનોલ ખાલી કરીને પરત જતા હોંગકોંગ રજીસ્ટ્રેશન ધરાવતા ફુલદા નામના જહાજમાં બ્લાસ્ટ થયો હતો. ઓઇલ જેટી નંબર 2 ઉપર મિથેનોલ કાર્ગો ખાલી કર્યા પછી કંડલાના દરિયામાંં આઉટર તુણા બોયા તરફ જઈ રહયું હતું ત્યારે બપોરના સમયે આ ઘટના વખતે જહાજમાં સવાર 21 ક્રૂ હતા. આ ઘટના બાદ તરત મેરિટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર, કોસ્ટગાર્ડની ટીમ બચાવકાર્યમાં સામેલ થઇ હતી. આ બ્લાસ્ટ બાદ વેસલ એક તરફ નમી ગયું હતું.

ઓઇલ જેટી પર મિથેનોલ કાર્ગો ખાલી કર્યો

આ જહાજ 5 જુલાઈના કંડલાની ઓઈલ જેટી નંબર બે પર લાંગર્યું હતું અને મિથેનોલ કેમિકલ ખાલી કરીને 6 જુલાઈના રવિવારે બપોરે એક વાગ્યે રવાના થયું હતું ત્યારબાદ આ ઘટના બની હતી બનાવની જાણ થતાં ત જવાબદારોએ તાત્કાલિક પગલાં ભરીને ક્રુ સભ્યોને સુરક્ષિત કરવા અન્ય નુકશાન ન પહોંચે તે માટેના પગલા ભર્યા હતા,. આ બાબતે કંડલા દિન દયાલ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જહાજમાં બ્લાસ્ટ થયાનું જણાવી તમામ લોકો સલામત હોવાનું જણાવ્યુ હતું. ડીપીએ  પ્રશાસન દ્વારા આ મામલે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:દેશના અનેક ભાગોમાં Reliance Jioનું નેટવર્ક ઠપ્પ! કોલિંગ અને ઈન્ટરનેટ સેવામાં પડ્યો વિક્ષેપ

આ પણ વાંચો:નવી દિલ્હી રેલવે સ્ટેશનું નામ બદલવાની માંગ તેજ થઈ, જાણો શું નામ રાખવા સૂચન થયું

Back to top button