આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

ફ્રાંસમાં રશિયાના દૂતાવાસમાં વિસ્ફોટ, મોસ્કોએ કહ્યું- આતંકી હુમલાનો સંકેત

Text To Speech

મોસ્કો, તા. 24 ફેબ્રુઆરી, 2025ઃ ફ્રાંસના માર્સેલીમાં સોમવારે રશિયાના દૂતાવાસમાં વિસ્ફોટ થયો હતો. આ બાબતે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, હાલ આતંકવાદી હુમલો લાગે છે. અમે ટૂંક સમયમાં તમામ વિગત શેર કરીશું. રશિયન સમાચાર એજન્સી તાસએ ફ્રાન્સના બીએફએમટીવીને ટાંકીને જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. અજ્ઞાત લોકોએ વાણિજ્ય દૂતાવાસના બગીચામાં બે પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ઘટના સ્થળેથી ચોરીની કાર પણ મળી આવી હતી.

ઝખારોવાએ કહ્યું, રશિયા આ ઘટનાની તાત્કાલિક અને સંપૂર્ણ તપાસની માંગ કરે છે અને રશિયન સુવિધાઓની સુરક્ષા વધારવા માટે પગલાં લેવાની માંગ કરે છે. તેમણે કહ્યું, માર્સેલીમાં રશિયન વાણિજ્ય દૂતાવાસમાં થયેલા વિસ્ફોટમાં આતંકવાદી હુમલાની તમામ લાક્ષણિકતાઓ છે. ફ્રાંસ તાત્કાલિક અને સંપૂર્ણ રીતે આ ઘટનાની તપાસ કરે અને વિદેશમાં રશિયાની સુવિધાઓની સુરક્ષા વધારવા માટે પગલાં લે તેવી અમે માંગ કરીએ છીએ.

રશિયાની વિદેશી ગુપ્તચર સેવા (એસવીઆર) એ 19 ફેબ્રુઆરીએ યુક્રેનની સરકાર યુરોપમાં રશિયાના દૂતાવાસ પર આતંકવાદી હુમલાની યોજના બનાવી રહી હોવાનો અહેવાલ આપ્યો હતો. જર્મની, બાલ્ટિક અને સ્કેન્ડિનેવિયન (નોર્વે, સ્વીડન અને ડેનમાર્ક) દેશોમાં હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આતંકવાદી હુમલા પહેલા ફ્રાંસમાં છરીથી હુમલાનો પણ કેસ નોંધાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત અને ત્રણ ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ હુમલાને ઇસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. જર્મન સરહદ નજીક મુલહાઉસમાં બનેલી ઘટનામાં એક પોર્ટુગીઝ નાગરિકનું મોત થયું હતું. આ ઘટનામાં સાત પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ Fact Check: RBI 150 રૂપિયાની નોટ બહાર પાડશે? જાણો હકીકત

Back to top button