હૈદરાબાદમાં આ પાંચ જગ્યાઓ કરો એક્સપ્લોર, ટૂર બનશે યાદગાર
- હૈદરાબાદ શહેરની ઘણી વિશેષતાઓ છે. જો તમે ફરવાના શોખીન છો, તો ચોક્કસપણે અહીંની મુલાકાત લો અને હૈદરાબાદમાં પાંચ જગ્યા એક્સપ્લોર કરો
HD ન્યુઝ ડેસ્કઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદ ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. હૈદરાબાદ શહેરની ઘણી વિશેષતાઓ છે. જો તમે ફરવાના શોખીન છો, તો ચોક્કસપણે હૈદરાબાદની મુલાકાત લો. ચાર મિનાર હોય કે રામગીરી કિલ્લો, આવા ઘણા લોકપ્રિય અને ઐતિહાસિક સ્થળો છે જેની મુલાકાત લેવાની તમને મજા પડી જશે, તમે જિંદગીભરના સંભારણાનું ભાથુ બાંધી શકશો.
ચાર મિનાર
હૈદરાબાદનું સૌથી પ્રસિદ્ધ સ્થળ ચાર મિનાર છે. તે એક વિશાળ મસ્જિદ છે જેનું નિર્માણ કુતુબ શાહી વંશના સુલતાન મોહમ્મદ કુલી કુતુબ શાહે કર્યું હતું. તેના ચાર મિનારા તેને એક અનોખી સ્થાપત્ય રચના બનાવે છે.
ગોલકોંડા કિલ્લો
ગોલકોંડાનો કિલ્લો એક પ્રાચીન કિલ્લો છે જે કુતુબ શાહી વંશનો ગઢ હતો. આ કિલ્લો તેની સાઉન્ડ સિસ્ટમ માટે પ્રખ્યાત છે. કિલ્લાના એક છેડે વાગતા શબ્દો કિલ્લાના બીજા છેડે સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.
હુસૈન સાગર તળાવ
હુસૈન સાગર તળાવ હૈદરાબાદનું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે. તે શહેરના મધ્યમાં આવેલું છે અને અહીં તમે બોટિંગનો આનંદ માણી શકો છો અથવા તળાવની સાથે સહેલ કરી શકો છો. તળાવની મધ્યમાં બુદ્ધની વિશાળ પ્રતિમા પણ છે.
રામગીરી કિલ્લો
જો તમે હૈદરાબાદના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છો છો, તો તમે રામગીરી કિલ્લાની પણ મુલાકાત લઈ શકો છો. આ કિલ્લામાં ઘણા ટાવર છે અને તેની આસપાસ ઘણી હરિયાળી છે. તમે અહીં જઈને ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો.
રામોજી ફિલ્મ સિટી
જો તમે હૈદરાબાદ જાવ તો રામોજી ફિલ્મ સિટીની અવશ્ય મુલાકાત લો. તે હૈદરાબાદથી 41 કિલોમીટર દૂર બનાવવામાં આવ્યું છે. આ હૈદરાબાદનું લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. રામોજી ફિલ્મ સિટી અંદાજે 2500 એકરમાં ફેલાયેલી છે. અહીં તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત તમામ વસ્તુઓ અને લોકેશન મળી જશે. રામોજી ફિલ્મ સિટી એ ભારતની સૌથી મોટી ફિલ્મ પ્રોડક્શન ફેસિલિટી આપનારી જગ્યા છે.
આ પણ વાંચોઃ હેરિટેજ સફરનો આનંદ આપશે પાતાલપાણીથી કાલાકુંડની ટ્રેનની સફર