ચોમાસાની સીઝનમાં કેરળની છ જગ્યાઓ કરો એક્સપ્લોર, સુંદરતા જીતી લેશે દિલ
- ચોમાસાની સીઝનમાં કેરળની મુલાકાત એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જો તમે નેચરલ બ્યુટી જોવાના શોખીન હો તો કેરળ તમારા માટે યાદગાર બની શકે છે
વરસાદની સીઝનમાં જો તમારે ટ્રાવેલ કરવું હોય, પરિવાર સાથે કે તમારા પાર્ટનર સાથે ફરવા જવું હોય તો કેરળની મુલાકાત એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. જો તમે નેચરલ બ્યુટી જોવાના શોખીન હો તો કેરળ તમારા માટે યાદગાર બની શકે છે. હરિયાળીથી ભરેલી ખીણો, વહેતા ઝરણા, નદીઓ અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. જૂલાઈથી લઈને ઓક્ટોબર સુધી અહીં તમને અલગ અહેસાસ થાય છે. જો થોડા દિવસ શાંતિમાં વિતાવવા ઈચ્છતા હો તો તમે કેરળ ફરવા જઈ શકો છો.
કેરળમાં જોવાલાયક 6 સ્થળો
અલ્લેપ્પી
પૂર્વના વેનિસ તરીકે જાણીતું અલ્લેપ્પી કેરળના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. અહીં તમે શાંત બેકવોટર્સમાં હાઉસબોટમાં રહીને પ્રકૃતિનો આનંદ માણી શકો છો. શાંત નહેરોમાં બોટની સફર કરી શકો છો અને ફ્રેશ સીફૂડનો સ્વાદ માણી શકો છો.
મુન્નાર
પશ્ચિમ ઘાટમાં આવેલું મુન્નાર તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. અહીં તમે ચાના બગીચાઓ, લીલીછમ ટેકરીઓ અને ધોધના નયનરમ્ય નજારાનો આનંદ માણી શકો છો. તમે ટ્રેકિંગ, કેમ્પિંગ અને રાફ્ટિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છો.
ત્રિશૂર
કેરળની સાંસ્કૃતિક રાજધાની તરીકે જાણીતું ત્રિશૂર અનેક મંદિરો, મહેલો અને આર્ટ ગેલેરીનું ઘર છે. અહીં તમે પ્રસિદ્ધ ત્રિશૂર પૂરમ ઉત્સવમાં પણ ભાગ લઈ શકો છો, જે રંગબેરંગી સરઘસો અને ફટાકડા માટે જાણીતું છે.
કોવલમ
કોવલમ કેરળનો સૌથી સુંદર બીચ છે. અહીં તમે સોનેરી રેતી, શાંત પાણી અને નારિયેળના વૃક્ષોથી ઘેરાયેલા શાંત વાતાવરણનો આનંદ માણી શકો છો. તમે અહીં સન બાથ, સ્વિમિંગ અને આયુર્વેદિક મસાજનો આનંદ પણ માણી શકો છો.
કુમારકોમ
કુમારકોમ પક્ષી પ્રેમીઓ માટે સ્વર્ગ છે. અહીં તમે રંગબેરંગી કિંગફિશર, બગલા અને બાજ સહિત પક્ષીઓની 200થી વધુ પ્રજાતિઓ જોઈ શકો છો. તમે શાંત બેકવોટરમાં હાઉસબોટમાં પણ રહી શકો છો અને પ્રકૃતિનો આનંદ લઈ શકો છો.
વાયનાડ
વાયનાડ તેની પ્રાકૃતિક સુંદરતા અને સમૃદ્ધ જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. અહીં તમે ગાઢ જંગલો, ઊંચા પહાડો અને શાંત તળાવોના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકો છો. તમે ટ્રેકિંગ, કેમ્પિંગ અને રાફ્ટિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકો છો.
આ પણ વાંચોઃ ગોવા સહિત આ જગ્યાઓ પર ફરવા ઈચ્છતા હો તો જાણો આ સસ્તુ પેકેજ