ગુજરાતલાઈફસ્ટાઈલહેલ્થ

H3N2 વાયરસ વિશે સૌથી સરળ ભાષામાં સમજાવતા ડૉ અવકાશ પટેલ, જાણો શું કહ્યું ?

Text To Speech

કોરોના બાદ વધુ એક જીવલેણ વાયરસે દેશમઆ હલચલ મચાવી છે. દેશના અનેક રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાનો પ્રકોપ વધી રહ્યો છે. H3N2 વાયરસના કારણે મૃત્યુ થયાનું પણ સામે આવ્યું છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જ્યારે દેશ ત્રણ વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધોને આ વાયરસ ઝડપથી અસર કરે છે. ત્યારે આ વાયરસ વિશે સમજવા માટે અમે ડૉ. અવકાશ પટેલનો વાતચીત કરી વાયરસ વિશે સમજવાનો પ્રયાસ કર્યો હતો.

H3N2 વાયરસ વિશે પૂછાતા ડૉક્ટર અવકાશે કહ્યું છે કે આ વાયરસ એમ તો દર વર્ષે અલગ અલગ સ્વરૂપમાં આવતો હોય છે. કોવિડ સાથે સરખામણી કરતાં તેમણે જણાવ્યું હતું કે કોવિડ નીચલા શ્વસન માર્ગને અસર કરે છે જ્યારે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે. તેના લક્ષણોની વાત કરતાં ડોક્ટરે ઉમેર્યું હતું કે તેમાં તાવ, ઉધરસ, શરદી, ગળા, નાક અને આંસુમાં બળતરા જેવુ મહેસુસ થાય છે. એમ જોવા જઈએ તો કોરોના અને H3N2 બંનેના લક્ષણો સમાન છે અને તે ઝડપથી ફેલાય છે. પણ જો સાવચેતી રાખવામાં આવે તો તેનાથી રક્ષણ મેળવી શકાય તેમ છે. જો આ વાયરસના લક્ષણો તમને જણાય તો તમે કોઈ પણ નજીકના દવાખાનામાં જઈને તેની સારવાર લઈ શકો છો.

Back to top button