લાઈફસ્ટાઈલહેલ્થ

ભારતમાં ફરી કોરોનાની લહેર આવવાની શક્યતા અંગે નિષ્ણાંતોએ આપી આ સલાહ

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હડકંપ મચવી દીધો હતો. હજી આ મહામારીના પડઘા શાંત નથી થયા ત્યારે નિષ્ણાંત દ્વારા ફરી એક વાર કોરોનાની લહેર આવવાની શક્યતા જણાવી છે. ભારતમાં H3N2ની સાથે જ કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના વધવા પાછળ કોરોનાના XBB વેરિયન્ટના પેટા વેરિયન્ટ XBB 1.16 અને XBB 1.15 હોઈ શકે છે. આખરે XBB 1.16 શું છે? આ કેટલો ખતરનાક છે? આ વિશે નિષ્ણાંતોનું શું કહેવું છે એ તમામ બાબતોને વિગતવાર જોઈએ.

કોરોનાના નવા વેરિયન્ટથી તેના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છેલગભગ 4 મહિના પછી ગુરુવારે 700 થી વધુ કેસો નોંધાયા હતા. એવામાં ભારતમાં પોઝિટીવ કેસની સંખ્યા 4,623 થઇ ગઈ છે. ભારત સિવાય ચીન, સિંગાપુર, અમેરિકા સહિત અન્ય દેશોમાં આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. TOI રિપોર્ટ અનુસાર, કોવિડ-19ના આ વેરિયન્ટથી નવી લહેર આવવાની શકયતા છે.

આ પણ વાંચો : XBB.1.16 વેરિઅન્ટ કોવિડના વધતા કેસ માટે જવાબદાર ?, જાણો-નિષ્ણાતોનો અભિપ્રાય

ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે XBB 1.16 વેરિયન્ટ

ભારતમાં આ વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. covSPECTRUM અનુસાર, XBB 1.16 વેરિયન્ટ XBB 1.15 થી નથી થયો પરંતુ XBB 1.16 અને XBB 1.15 બંને કોરોનાના XBB વેરિયન્ટથી બન્યા છે. એક ટોપ જીનોમ નિષ્ણાંતે TOI સાથે વાત કરતા જણાવ્યું કે “XBB વેરિયન્ટ વર્તમાનમાં ભારતમાં હાવી છે અને દેશના કેટલાક રાજ્યો જેવાકે ગુજરાત ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે તે છે XBB 1.16 અને કદાચ XBB 1.5નું પરિણામ હોઈ શકે છે પરંતુ કેટલાક સેમ્પલ બાકી છે જે આવનાર સમયમાં સ્પષ્ટ કરી દેશે.

આ પણ વાંચો : 117 દિવસ બાદ દેશમાં ફરી કોરોના કેસની સંખ્યામાં ઉછાળો, 600થી વધુ કેસ અને 5 મોત

WHOના વેક્સીન સેફટી નેટના સભ્ય ડૉ. વિપિન એમ વશિષ્ટ જે કોરોનાના નવા વેરિયન્ટ ઉપર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે ” XBB.1 વેરિયન્ટના વંશજ XBB.1.5 વિશ્વમાં તે ફેલાઈ ગયો હતો પરંતુ ભારતમાં નહી. વૈશ્વિક ક્ષેત્રે XBB.1.16 થી ચિંતા ઉદભવે છે કારણકે આ પેટા વેરિયન્ટમાં વાયરસના બિન-સ્પાઈક ક્ષેત્રમાં કેટલાક મ્યુટેશન થયા છે જે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.”

XBB 1.16ના લક્ષણો

હજી સુધી આ ફેલાઈ રહેલ કોવિડ વેરિયન્ટ XBB 1.16 સંબંધિત કોઈ અલગ લક્ષણ નથી બતાવ્યા. કોવિડના જુના લક્ષણો જેનાથી કોવિડને પ્રમાણિત કરવામાં આવતા હતા જેવાકે માથામાં દુખાવો, થાક, ગળા દુખાવો, નાકમાં પ્રવાહી નીકળવું અને ઉધરસ જેવા લક્ષણો નવા વેરિયન્ટના લક્ષણો હોઈ શકે છે. એ સિવાય કેટલાક લોકોને પેટમાં દુખાવો, બેચેની, અને ઝાડા થવા જેવા લક્ષણો પણ હોઈ શકે છે.

આ પણ વાંચો : કોરોનાની બે લહેર અંગે સચોટ આગાહી કરનાર IIT પ્રોફેસરે નવા વેરિયન્ટ અંગે શું કહ્યું ?

રોગપ્રતિકારક શક્તિને અસર

કોવિડનો વેરિયન્ટ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને તેને હળવાશથી ન લેવો જોઈએ. કોવિડના પાછલા અનુભવ અનુસાર કોવિડ વાયરસના નવું વેરિયન્ટ રોગપ્રતિકારક શક્તિને અસર પહોચાડી શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ જેમાથી XBB 1.16 એક પેટા વેરિયન્ટ છે જેની ફેલવાની શક્યતા વધુ છે.

આંકડો 4.46 કરોડે પહોંચ્યો

કોરોનાનો આંકડો 4.46 કરોડે પહોચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જાણકારી આપી હતી કે છેલ્લા 24 કલાકમાં 734 કોવિડના નવા કેસ નોંધાયા છે. જેને સામેલ કરીને અત્યાર સુધીમાં નોંધવામાં આવેલ કુલ આંકડો 4.46 કરોડ (4,46,92,710) સુધી પહોંચ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે જણાવ્યું કે “નવા કેસોની ઓછી સંખ્યા, હોસ્પિટલમાં એડમિટ થવાની સમાન સંખ્યા અને કોવિડ-19 વેક્શીનેશન પછી પણ સતર્ક રહેવા અને સાવધાની રાખવાની જરૂર છે.”

Back to top button