- આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી
- રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો
- નલિયામાં 14 ડિગ્રી, ડિસામાં 15 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. ત્યારે મોટા ભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી વધુ છે. તથા 2 દિવસ બાદ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે કહેવત યથાર્થ ઠરી, જામનગરમાં 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો
નલિયામાં 14 ડિગ્રી, ડિસામાં 15 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 17 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી તથા વડોદરા, ભુજ, કેશોદ, રાજકોટમાં 17 ડિગ્રી તાપમાન છે. રાજ્યમાં 3 દિવસ બાદ ઠંડી વધી શકે છે. તેમજ રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે 9 ફેબ્રુઆરીએ ઠંડીનું જોર વધી શકે છે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. પવનની દિશા બદલાતા ઠંડીનું જોર વધી શકે છે.
આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી
હાલ ઉત્તર-ઉતરપૂર્વના પવન ફૂંકાયા છે અને આગામી દિવસમાં તાપમાન યથાવત રહેશે. 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડી વધી છે.