ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો કેમ ઘટ્યુ તાપમાન
- આજથી રાજ્યમાં તાપમાન ઊંચકાવવાની આગાહી
- હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે, આ સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે
- ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુની અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ઉનાળામાં ગરમી અને વરસાદની બેવડી ઋતુની અંબાલાલ પટેલની આગાહી છે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો એહસાસ થઇ રહ્યો છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા તાપમાન ઘટ્યું છે. ત્યારે મોટાભાગના શહેરોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: મહેસાણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 8 પાસ નકલી ડોક્ટર ઝડપાયો
આજથી રાજ્યમાં તાપમાન ઊંચકાવવાની આગાહી
આજથી રાજ્યમાં તાપમાન ઊંચકાવવાની આગાહી છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયુ છે. તથા સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયુ છે. રાજ્યમાં ગરમીના વધારા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે, 21 માર્ચથી ગરમીમાં વધારો થશે. જેના સાથે જ એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે. જેમાં ગરમીનો પારો વધી શકે છે. જો કે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાતા ગરમીનું જોર વધશે.
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે, આ સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગ દ્વારા જણાવ્યું કે, આ સપ્તાહમાં હવામાન શુષ્ક રહેશે. તાપમાનની વાત કરીએ તો આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં પરંતુ ત્રણ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જેને કારણે ગરમીનું પ્રમાણ વધશે. તેમજ ગુજરાતના દરિયા કિનારાના ઉત્તર ભાગમાં હવાઓ ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ દિશાથી ફૂંકાવવાની આગાહી છે. જ્યારે દક્ષિણ બાજુના દરિયા કિનારે પવનની દિશા પશ્ચિમ બાજુની રહેશે. દરિયા કિનારે 20થી 25 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.