ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

Text To Speech
  • અમદાવાદનું તાપમાન 6 ડિગ્રી જેટલું ઘટ્યું
  • 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન
  • રાજકોટમાં 7.3 અને વેરાવળમાં 15.8 ડિગ્રી તાપમાન

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદીઓને ઉત્તરાયણ સુધી ઠંડીમાં રાહત મળશે નહિ. તેમજ નલિયામાં 3.2 ડિગ્રી તાપમાન રહ્યું છે.

8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન

અમદાવાદમાં સળંગ બીજા દિવસે 12.1 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. બીજી બાજુ ગુજરાતના 8 શહેરમાં 13 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અમદાવાદમાં 12.1, ડીસામાં 8.8, વડોદરામાં 11.4, સુરતમાં 15.5, ભુજમાં 9.2, નલિયામાં 3.4, કંડલા 12.4, ભાવનગરમાં 12.6, દ્વારકામાં 13.8, રાજકોટમાં 7.3 અને વેરાવળમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદનું તાપમાન 6 ડિગ્રી જેટલું ઘટ્યું

છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું તાપમાન 6 ડિગ્રી જેટલું ઘટ્યું છે. હવામાન નિષ્ણાતોને મતે શુક્રવારે ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે અને ત્યારબાદ 12થી 14 જાન્યુઆરીથી ફરી કડકડતી ઠંડીનો અનુભવ થવાની સંભાવના છે. નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં બીજે જ્યાં ઠંડીનો ચમકારો વધારે અનુભવાયો તેમાં રાજકોટ, ભુજ, ગાંધીનગર, દાહોદ, ડીસા, અમરેલી, ડાંગનો સમાવેશ થાય છે.

Back to top button