ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાલાઈફસ્ટાઈલ

ગૃહિણી માટે રાહતના સમાચાર, આ વર્ષે ટામેટા-ડુંગળી મોંઘા નહિ થાય; જાણો કારણ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક :  જૂન 2025 માં પૂરા થતા વર્તમાન પાક વર્ષમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 19% વધીને 288.77 લાખ ટન થવાની ધારણા છે. કૃષિ મંત્રાલયે તેના પ્રથમ આગોતરા અંદાજમાં આ શક્યતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે ડુંગળીનું ઉત્પાદન 242.67 લાખ ટન હતું. પાક વર્ષ જુલાઈથી જૂન સુધી ચાલે છે. પાક વર્ષ 2024-25 માટે બાગાયતી પાકોના પ્રથમ આગોતરા ઉત્પાદન અંદાજ જાહેર કરતા, મંત્રાલયે જણાવ્યું હતું કે ટામેટાંનું ઉત્પાદન 1.06% વધીને લગભગ 215.49 લાખ ટન થવાની ધારણા છે, જે ગયા વર્ષે લગભગ 213.23 લાખ ટન હતું. બટાકાનું ઉત્પાદન 595.72 લાખ ટન સુધી પહોંચવાની ધારણા છે, જે ગયા વર્ષના બટાકાના ઉત્પાદન સ્તર કરતાં 25.19 લાખ ટન વધુ છે. ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ વ્યાજબી રહેશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ડુંગળી સહિતની શાકભાજીનું ઉત્પાદન વધશે
2024-25માં કુલ શાકભાજીનું ઉત્પાદન ગયા વર્ષના 2,072.08 લાખ ટનથી વધીને 2,145.63 લાખ ટન થવાનો અંદાજ છે. કેરી, દ્રાક્ષ અને કેળાના ઉત્પાદનમાં વધારાને કારણે, વર્ષ 2024-25માં ફળનું ઉત્પાદન 2.48 લાખ ટન વધીને 1,132.26 લાખ ટન થવાની ધારણા છે. બાગાયતી પાકોનું ઉત્પાદન ૧૭૯.૩૭ લાખ ટન થવાનો અંદાજ છે, જે 2023-24માં 176.66 લાખ ટન કરતા વધારે છે. મસાલાનું ઉત્પાદન ૧૧૯.૯૬ લાખ ટન થવાનો અંદાજ છે. ડુંગળીનો ભાવ નહિ વધે એ જાણીને લોકોએ હાશકારો અનુભવ્યો છે.

લસણ અને હળદરનું ઉત્પાદન વધવાની અપેક્ષા
લસણ અને હળદરના ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા છે. દેશમાં કુલ બાગાયતી ઉત્પાદન 2024-25માં આશરે 36 કરોડ 20.9 લાખ ટન થવાનો અંદાજ છે, જે 2023-24ના અંતિમ અંદાજ કરતાં લગભગ 73.42લાખ ટન (૨.૦૭ ટકા) વધુ છે. આ વર્ષે, બધા બાગાયતી પાકોનો કુલ વાવણી વિસ્તાર થોડો ઘટીને 2 કરોડ 88.4 લાખ હેક્ટર થયો છે, જ્યારે ગયા વર્ષે તે 2 કરોડ 90.9 લાખ હેક્ટર હતો.

આ પણ વાંચો : અદાણીનો લાડલો આજે સાત ફેરા લેશે, અમદાવાદમાં લગ્ન; આટલા મહેમાનો હાજરી આપશે

Back to top button