ચૂંટણી 2022નેશનલ

Exit Poll નું તારણ : MCD ચૂંટણીમાં ભાજપનો સફાયો, AAP મેળવશે સત્તા

Text To Speech

દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા મેળવી રહી છે. આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં Exit Poll સામે આવ્યા છે. જેમાં 250 વોર્ડ વાળી MCD ઉપર આમ આદમી પાર્ટી કબજો મેળવી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે જ્યારે કે સત્તાધીશ ભાજપનો કારમો પરાજય થઈ રહ્યો છે.

ક્યાં પક્ષને કેટલી બેઠક મળી રહી છે ?

MCD ની ચૂંટણીમાં ગઈકાલે રવિવારે મતદાન યોજવામાં આવ્યું હતું. 250 વોર્ડની ચૂંટણી માટે 1349 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેના માટે 50.47 ટકા મતદાન નોંધાયું હતું. દરમિયાન આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝીટ પોલના તારણ આવતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યું હતું. કારણકે અહીં ભાજપ પાસેથી આમ આદમી પાર્ટી સત્તા છીનવી રહી છે. અહીં આપને 135 થી 150 જેટલી બેઠકો મળી રહી છે. જ્યારે કે સત્તા ઉપર રહેલા ભાજપને 75 થી 90 વચ્ચે બેઠકો મળી રહી છે. કોંગ્રેસને 10 બેઠકો મળી રહી છે.

ક્યાં પક્ષના કેટલા ઉમેદવાર મેદાને હતા ?

આ MCD ચૂંટણીઓમાં 382 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તમામ 250 બેઠકો માટે તેમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે કોંગ્રેસે માત્ર 247 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ સિવાય જેડીયુના 23 ઉમેદવારો પણ મેદાનમાં હતા. આ સાથે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ પણ 15 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે BSPએ 174 ઉમેદવારો, ઇન્ડિયન મુસ્લિમ લીગ 12, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા 3, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક 4, NCP 29 અને SP, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ એક-એક સીટ પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીની જીત થતી જોવા મળી રહી છે.

Back to top button