ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણી પરિણામ માટે એક્ઝિટ પોલના દાવા પાયાવિહોણા, કારણ જાણી રહેશો દંગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને 125થી વધુ બેઠક મળશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. એક્ઝિટ પોલ એટલે દરિયા કિનારે બેસીને દરિયાનું ઉંડાણનું અનુમાન કરવાનું કામ છે. તેમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 10માંથી 7 એક્ઝિટ પોલ ખોટા પડયા હતા. તેમજ દરેક વખતે એક્ઝિટ પોલના આંકડા વિપરીત આવે છે.

આ પણ વાંચો: ભાજપ-કોંગ્રેસના 21 નેતાઓ પર પક્ષની લાલઆંખ, રિપોર્ટ આવતા થશે “ઘરભેગા”

ભાજપને 117 કોંગ્રેસને 64 અન્યને 1 બેઠક મળશે

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કા 14 ડિસેમ્બરના પૂર્ણ થયા હતા અને તે પછી એક્ઝિટ પોલના વરતારા આવવાનું શરૂ થયું હતું. જેમાં એક એક્ઝિટ પોલમાં ટૂડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 135 કોંગ્રેસને 47 બેઠક, વીડીપી એસોસિયેટ્સના એક્ઝિટ પોલમાં ભાજપને 142 કોંગ્રેસને 37 અન્યને 3, લોકનીતિ સીએસડીએસના એક્ઝિટ પોલમાં ભાજપને 117 કોંગ્રેસને 64 અન્યને 1 બેઠક મળશે તેવું અનુમાન કરાયું હતું. પરંતુ માત્ર ત્રણ એક્ઝિટ પોલ એવા હતા જેમણે અનુમાન કર્યું હતું કે ભાજપની બેઠક 99થી 109 સુધી સિમિત રહેશે.

2012ની સરખામણીએ ભાજપની 16 બેઠક ઘટી

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી. આમ,2012ની સરખામણીએ ભાજપની 16 બેઠક ઘટી હતી અને કોંગ્રેસની 16 બેઠકમાં વધારો થયો હતો. હવે 2022ની ચૂંટણીમાં કયો એક્ઝિટ પોલ સાચા પરિણામની નજીકનો રહે છે તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.

આ પણ વાંચો: મતદાન પૂરું થતાની સાથે જ ભાજપે મતગણતરી પર વોચ રાખવા ટ્રેનિંગ સેશન શરૂ કર્યું

તમામ જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવશે

ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમામની નજર ગુજરાતના પરિણામો પર ટકેલી છે. વિવિધ મીડિયા સંસ્થાઓએ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કર્યા છે. જો કે 8મી ડિસેમ્બરે ચૂંટણી પંચ અંતિમ પરિણામ જાહેર કરશે. વિવિધ મીડિયા સંસ્થાઓના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપની સત્તા પુનઃસ્થાપિત થઈ શકે છે અને એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો મળી શકે છે. આનો અર્થ એ થશે કે ભાજપ તેના તમામ જૂના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવશે.

માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી શકે છે

News24ના ટુડે ચાણક્ય એક્ઝિટ પોલના અનુમાન મુજબ ભાજપ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીને સંપૂર્ણપણે પછાડી શકે છે. વાત એમ છે કે 1985ની સાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં 149 બેઠકો જીતી હતી. જો આ વખતે ભાજપને રાજ્યમાં 150 બેઠકો મળે છે તો તે તેના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે જ પરંતુ કોંગ્રેસનો રેકોર્ડ પણ તોડી નાખશે. વિવિધ સંસ્થાઓના એક્ઝિટ પોલ મુજબ જો ભાજપને 150 બેઠકો મળે છે તો આ પાર્ટીના નામે સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ નોંધાશે.

આ પણ વાંચો: એક્ઝિટ પોલમાં જનતાએ મિજાજ આપ્યો, ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બને તો મુખ્યમંત્રી બદલાશે!

એબીપી સી-વોટર

એબીપી સી-વોટરના એક્ઝિટ પોલના ડેટા અનુસાર, ગુજરાતમાં તમામ 182 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને ઓછામાં ઓછી 128 અને મહત્તમ 140 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને ઓછામાં ઓછી 31 અને મહત્તમ 83 બેઠકો મળી શકે છે. તો આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં પોતાનું ખાતું ખોલતી જોવા મળી રહી છે, આપ ને 3થી 11 સીટો મળી શકે છે. જો કે રાજ્યમાં અન્ય 3 ટકા મતો મળી શકે છે.

આ પણ વાંચો: જીજ્ઞેશ, હાર્દિક-અલ્પેશની ત્રીપુટી બેઠકો પર લાગ્યું “ગ્રહણ”, પરિણામ પર થશે ગંભીર અસર

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા

ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, તેનો જૂનો રેકોર્ડ તોડતા, ભાજપ રાજ્યમાં ઓછામાં ઓછી 131 અને વધુમાં વધુ 151 બેઠકો જીતી શકે છે, જ્યારે કોંગ્રેસ 16 અને વધુમાં વધુ 30 બેઠકો જીતી શકે છે.

Back to top button