બિઝનેસ

બાંગ્લાદેશમાં ટેકસટાઇલની ચેઇન માટે પ્રથમ વખત ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’ યોજાશે

Text To Speech

સુરત. ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સઘર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત આગામી તા. 11 થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ઇન્ટરનેશનલ કન્વેન્શન સિટી, વસુંધરા, ઢાકા, બાંગ્લાદેશ ખાતે પ્રથમવાર ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચેમ્બર દ્વારા સુરતના આંગણે જ બધા પ્રદર્શનો યોજાતા હતા, પરંતુ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલી પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ગત વર્ષે પ્રથમ વખત દુબઇ અને યુએસએ ખાતે એક્ઝિબીશન યોજવામાં આવી હતી.

ઈન્ડિયન ટેક્સટાઈલ એક્ઝિબીશનનું આયોજન

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોનો દુબઇ તથા યુએસએના વેપારીઓ સાથે સીધો સંપર્ક થયો હતો. આથી ચેમ્બર દ્વારા આ વર્ષે બાંગ્લાદેશ ખાતે પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની સમગ્ર ચેઇન માટે એક્ઝિબીશનનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ ગ્રીન ગારમેન્ટ ફેકટરીઓ બાંગ્લાદેશમાં

વિશ્વમાં સૌથી વધુ ગ્રીન ગારમેન્ટ ફેકટરીઓ બાંગ્લાદેશ ખાતે આવેલી છે. બાંગ્લાદેશ એ ગારમેન્ટ બનાવવા અને સોર્સિંગ માટેનું વૈશ્વિક હબ છે. બાંગ્લાદેશમાં આરએમજી ઇન્ડસ્ટ્રી સસ્ટેનેબલ કાપડના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. સાથે જ એ મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ અને સમૃદ્ધ ઇકો સિસ્ટમ માટે પણ જાણીતું છે. આ ઉપરાંત બાંગ્લાદેશમાં ચાર હજારથી વધુ ફેકટરીઓ આવેલી છે. જ્યાંથી સાડીઓ, ડ્રેસ મટિરિયલ્સ, સલવાર સ્યુટસ, બ્રાઈડલ વેર, ડિઝાઈનર વસ્ત્રો, ગાઉન્સ અને કુર્તીઓ, ઈન્ડો વેસ્ટર્ન વેર અને શર્ટસ, ટ્રાઉઝર, ટી શર્ટ, ડેનિમ, જેકેટ્‌સ જેવા કેઝ્‌યુઅલ વસ્ત્રો તથા નીટવેર અને સ્વેટર જેવા વણાયેલા વસ્ત્રોનું એકસપોર્ટ થાય છે.

110 જેટલા ટેકસટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તા. 11 થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ચાર દિવસ માટે બાંગ્લાદેશના ઢાકા ખાતે પ્રથમ વખત ‘ઇન્ડિયન ટેકસટાઇલ ટ્રેડ ફેર’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના 110 જેટલા ટેકસટાઇલ ઉદ્યોગકારો ભાગ લેશે અને પોતાની પ્રોડકટનું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો: સ્ટાર્ટઅપ્સ માટે ફંડ ઊભું કરવું બનશે સરળ : સરકાર 10 કરોડ સુધીની લોનની આપશે ખાતરી , વાંચો સંપૂર્ણ વિગતો

 

Back to top button