સ્થાનિકોને ટોલમાં મુક્તિ આપો,નહિ તો ડીસાના મુડેઠા ટોલ પ્લાઝાએ ધરણાંની ચીમકી
પાલનપુર: ડીસા તાલુકાના મુડેઠા ગામે ટોલપ્લાઝા આવેલું છે. તેનાથી ૪૨ કિલોમીટર કાંકરેજ તાલુકાના ભલગામ ખાતે અન્ય એક ટોલ પ્લાઝા આવેલું છે. આ બન્ને ટોલ પ્લાઝા નજીકના અંતરે આવેલા છે. જેથી સ્થાનિક વાહનચલાકોના ટોલના પૈસા ભરી ખિસ્સા હળવા થઇ રહ્યા છે. જ્યારે ટોલ પ્લાઝામાં રોડની સુવિધા સારી નથી.વળી કોઇ વાહનચાલકને ફાસ્ટેગ ન હોવાથી તે વાહનચાલક પાસેથી બે ગણા પૈસા ભરીને વાહનચાલકો લુટાઇ રહ્યા છે.
બાજુમાં સર્વિસ રોડ ન હોવાથી ફરજિયાત વાહનચાલકો પાસેથી ટોલ વસુલવામાં આવે છે. જેને લઇને સ્થાનિક લોકો પોતાના ખેતરમાં ટોલ નાકે પૈસા ભરીને જાય છે. જેને લઇને મુડેઠા ટોલ પ્લાઝા તેમજ શિહોરી મામલતદાર અને ભલગામ ટોલ પ્લાઝાએ મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને વિવિધ સંગઠનો સાથે રાજકીય આગેવાનોને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોને ટોલમાંથી મુક્તિ આપવા અને સર્વિસ રોડ બનાવી આપવાની માંગણી કરવામાં આવી હતી. જો આ માગણી સ્વીકરાવામાં નહિ આવે તો ૧૬ ઓગષ્ટ’૨૨ ના રોજ મુડેઠા ટોલપ્લાઝએ ધરણાં કરવાની ચીમકી આપવામાં આવી હતી. જ્યાં સુધી માગણી સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી આદોલન ચાલુ રહેશે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.