- ગંભીર ગુનાના આરોપી સાજન પટેલને પોલીસે પાસામાં ધકેલી દીધો
- પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક ૩ બાઇકને ધડાકાભેર ઉડાવી દીધી
- પોલીસે કારચાલક સાજન ઉર્ફે સન્ની રાકેશ પટેલની ધરપકડ કરી
સુરતમાં પોલીસ કમિશનર અજયકુમાર તોમરની દાખલારૂપ કાર્યવાહી સામે આવી છે. જેમાં હિટ એન્ડ રનના ગુનામાં સાજન પટેલ પાસામાં ધકેલાયો છે. તેમજ રાજ્યનો પહેલો કેસ બન્યો છે. જેમાં આરોપીએ દારૂના નશામાં કાર હંકારી કાપોદ્રામાં છ યુવકોને ઉડાવી દીધા હતા.
આ પણ વાંચો: ડાકોરના મંદિરમાં VIP દર્શનના નિર્ણય મામલે આવ્યા ખાસ સમાચાર
ગંભીર ગુનાના આરોપી સાજન પટેલને પોલીસે પાસામાં ધકેલી દીધો
ગત મહિને કાપોદ્રા ખાતે બીઆરટીએસ રૂટમાં નશામાં ચકચૂર યુવકે પૂરપાટ ઝડપે કાર હંકારી ૩ બાઇકને ઉડાવી છ યુવકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. ગંભીર આ ગુનાના આરોપી સાજન પટેલને પોલીસે પાસામાં ધકેલી દીધો છે. હિટ એન્ડ રનના કેસમાં પાસા હેઠળ કાર્યવાહીનો સમગ્ર રાજ્યમાં આ પહેલો કિસ્સો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી
પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક ૩ બાઇકને ધડાકાભેર ઉડાવી દીધી
મળતી વિગતો પ્રમાણે ગત મહિને રવિવારે કાપોદ્રામાં શ્રી રામ મોબાઇલ શોપ પાસે બીઆરટીએસ રૂટમાં લાલ કલરની સ્વીફ્ટ કારે ગંભીર અકસ્માત સર્જયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે એક પછી એક ૩ બાઇકને ધડાકાભેર ઉડાવી દીધી હતી અને બાદમાં કાર પોલ અને પીપડા સાથે ટકરાવી દીધી હતી. એક બાઇકને ઉડાવ્યા બાદ પણ કારચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારી બાદમાં અન્ય બે બાઇકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં છ યુવકોને ઇજા થઇ હતી.
પોલીસે કારચાલક સાજન ઉર્ફે સન્ની રાકેશ પટેલની ધરપકડ કરી
દરમિયાન લોકોએ એકત્ર થઇ કાર ચાલકને પકડી બરાબરનો મેથીપાક ચખાડયો હતો. સ્થળ પર પહોંચેલી કાપોદ્રા પોલીસે કારચાલક સાજન ઉર્ફે સન્ની રાકેશ પટેલની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે નશો કરી અકસ્માત કરી નિર્દોષોની જિંદગી જોખમમાં મુકવાના કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરવા પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.