વરુણની ફિલ્મ ‘ભેડિયા’નું એક્સક્લુઝિવ પોસ્ટર થયું રિલીઝઃ ઇન્ટિન્સ લુકમાં જોવા મળ્યો વરુણ


વરુણ ધવનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ભેડિયાનું આજે એક્સક્લુઝિવ પોસ્ટર રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં વરુણનો ઇન્ટેન્સ લુક જોવા મળી રહ્યો છે. વરુણે તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને તેનાં કેપ્શનમાં લખ્યું હતું કે – “અબ જંગલ મેં હોગા કાંડ”. ફિલ્મના પોસ્ટરમાં વરુણ ઉપરાંત કૃતિ સેનન, દીપક ડોબરિયાલ અને અભિષેક બેનર્જી જેવા કલાકારો પણ જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વરુણની આ ફિલ્મ 25 નવેમ્બરે રિલીઝ થશે.
આ પણ વાંચો : Drishyam 2 નું ટ્રેલર થયું લોન્ચ : શું આ વખતે ગુનાની કબૂલાત કરી લેશે ‘વિજય સલગાંવકર’?
વરુણ ધવનનો ક્યારેય ન જોયેલો અવતાર
ફિલ્મનાં પોસ્ટરમાં વરુણનો ક્યારેય ન જોયો અવતાર જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં વરુણ જેકેટ, ટી-શર્ટ અને જીન્સ પહેરી કોઈ પર હુમલો કરવાના મૂડમાં જોવા મળે છે. પોસ્ટરમાં જોઈ શકાય છે કે કૃતિ સેનન પણ વરુણની બાજુમાં જોવા મળી રહી છે.
ફિલ્મમાં ભારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે
આ ફિલ્મ દિનેશ વિઝન દ્વારા નિર્મિત છે અને અમર કૌશિક દ્વારા નિર્દેશિત છે. આ એક વિલક્ષણ કોમેડી ફિલ્મ છે જેમાં ભારે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે ઓસ્ટ્રેલિયાથી 7 થી 8 VFX નિષ્ણાતોની ટીમ ખાસ હાયર કરવામાં આવી હતી. આ ફિલ્મ 25 નવેમ્બરે 2D અને 3Dમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. વરુણ અને કૃતિ ઉપરાંત આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ અને અભિષેક બેનર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ નિર્માતા દિનેશ વિજન સાથે વરુણની આ બીજી ફિલ્મ છે, આ પહેલા બંને ફિલ્મ બદલાપુર માટે સાથે આવ્યા હતા.