ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નામે ઘણા ક્લાસીસ ચાલતા હોય છે અને વિદ્યાર્થીઓ આ ક્લાસિસમાં મસમોટી ફી આપીને પોતાનું ભવિષ્ય બનાવવા માટે જતાં હોય છે. ત્યારે કેટલાક ક્લાસિસમાં વિદ્યાર્થીઓને નોકરીની લાલચના નામે પૈસા પડાવવામાં આવે છે અને જો કેટલાક વિદ્યાર્થી પાસે જરૂરી ડિગ્રી ન હોય તો તેમણે ડિગ્રીની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
આ પણ વાંચો : કોણ છે ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ, શું છે આમનો ઇતિહાસ?
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કેટલાક ક્લાસિકના સંચાલકો એવા પણ છે કે જે પોતે ખોટી ડિગ્રી લાવીને હાલ સરકારી નોકરી પણ કરી રહ્યા છે અને પોતાને ઉદાહરણ તરીકે લઈને ક્લાસિસમાં આવતા વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ વર્ગ-3 થી લઈને વર્ગ-2 સુધીના કેટલાય કર્મચારીઓ એવા છે જે આવા ક્લાસીસના નામે ચાલતા ધંધામાંથી ખોટી ડિગ્રી લાવ્યા છે અને હાલ સરકારી રોટલા ખાઈ રહ્યા છે. થોડા સમય અગાઉ પણ ખોટા સર્ટિના આધારે ગુજરતભરમાં હજારો નોકરી કરતાં કર્મીઓને છૂટા કરવામાં આવ્યા હતા અને બાદમાં કોર્ટ કેસ થતાં પાછા પણ લેવામાં આવ્યા હતા, પણ અહી સમજવાની વાત એ છે કે તેમણે પાછા લીધા તે માત્ર તેમનું સર્ટિ સાચું છે કે નહિ તે માટે હતું પણ મુખ્ય વાત એ છે કે એ સર્ટિ એવા આવ્યા હતા કે જે લોકો ત્યા ભણ્યા જ નથી અને ડાઇરેક્ટ જે તે ભરતીની નોકરી માટેની જરૂરી ડિગ્રી જ લાવ્યા હતા. આવી રીતે ડિગ્રી આપીને આ ધંધો ચલાવનાર કાળા બજારીયો વર્ષે કરોડોનો વેપલો કરે છે. ગુજરાત સરકારની નાક નીચે ચાલતા આ ધંધામા કેટલાક મોટા અધિકારીયોની પણ સંડોવણી હોવાની વાત સૂત્રો દ્વારા મળી હતી.
આ પણ વાંચો : વિદેશ જવાનું પડ્યું ભારે, યુવકે ગુમાવ્યા આટલા પૈસા
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની જે યુનિવર્સિટીમાંથી ડિગ્રી લાવવામાં આવે છે તે યુનિવર્સિટી UGC ની માન્યતા ધરાવે છે. આ યુનિવર્સિટી અને અહીંયા ગુજરાતના એજન્ટોનો એવો તાલમેલ છે કે જે પણ વિદ્યાર્થિની ડિગ્રી લાવવાની હોય તેને અહીથી ત્યા ફક્ત એકવાર પેપર લખવા માટે બોલાવવામાં આવે છે, જે આ ડિગ્રી લાવવાની સમગ્ર કામગીરીનો જ એક ભાગ છે. 2 મહિના બાદ સમગ્ર કામગીરી પૂર્ણ થયા બાદ તેમણે 3 વર્ષનો ડિગ્રી કોર્સ ફક્ત 2 મહિનામાં મળી જાય છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી વધુ માહિતી મુજબ છેલ્લા 10 વર્ષથી આ ધંધો ગુજરાતભરમાં બહુ મોટા પાયે ચાલે છે અને આ સમગ્ર ધંધો ફક્ત નોકરી માટે જ નહિ પણ વિદેશ જવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય બહારની યુનિવર્સિટીની ડિગ્રી ધારકોની તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવે તો બહુ મોટા માથાઓના નામ આમાં ખૂલી શકે છે અને ખોટી ડિગ્રી પર હાલ ગુજરતમાં સરકારી રોટલા ખાઈ રહેલા લોકો ઘરભેગા થઈ શકે છે.