Exclusive: વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પડ્યો, AAP ગુજરાતમાં ભંગાણની શરૂઆત
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ રાજીનામું આપી શકે છે. તેમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ મોટો રોલ ભજવી રહ્યાં છે. જેમાં દિવાળીના તહેવારોમાં અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. ત્યારે બધો ખેલ પડી ગયો છે તેવી પ્રવાસ દરમિયાન ચર્ચા થઈ હતી. આમ આદમી પાર્ટીના સંયોજક કેયુર જોષી ભાજપમાં જોડાયા છે.
આ પણ વાંચો: સિદ્ધપુર વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસની ચિંતા વધી
રાજીનામાની ચર્ચાને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું
આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓના રાજીનામાની ચર્ચાને કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. જોકે, કયા નેતાઓ રાજીનામું આપે છે, તે હવે પછી સામે આવશે. આમ આદમી પાર્ટી(AAP)માં ટૂંક સમયમાં મોટું ભંગાણ થશે તેવુ વિશ્વસનીય સૂત્રોના આધારે જાણવા મળી રહ્યું છે. કેટલાંક પ્રદેશ સંગઠનનાં હોદ્દેદારો પાર્ટી છોડશે. જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં હલચલ તેજ થઈ ગઈ. આ દરમિયાન પક્ષપલટાનો સિલસિલો પણ યથાવત છે. હવે ગુજરાતમાં આપ નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયાની ચિંતામાં વધારો થયો છે. તેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આમ આદમી પાર્ટી (AAP) એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના 26 નવેમ્બર 2012ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ દિલ્હી અને પંજાબ રાજ્યોમાં સત્તા પર છે.
આ પણ વાંચો: સિદ્ધપુર વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસની ચિંતા વધી
આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ
પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હઝારે વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહી એ બાબતે બન્નેના મત જુદા હતાં. અગાઉ બન્ને 2011થી જન લોકપાલ બિલની માંગણી કરી રહ્યા હતા. હજારેનું માનવું હતું કે જન લોકપાલ આંદોલનને રાજકારણથી દૂર રાખવું જોઇએ જ્યારે કેજરીવાલ આ આંદોલનની નિષ્ફળતા પછી રાજકારણમાં પ્રવેશ જરૂરી સમજતા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસમાં વગ ધરાવતા ધારાસભ્ય ભાજપમાં ટીકીટ લેવા લાઇનમાં જોડાયા
2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 70માંથી 62 બેઠકો મળી
2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને 70 માંથી 28 બેઠકો મળતાં બીજા સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા, આપ પક્ષે ત્યારબાદ કોંગ્રેસ સાથે સંગઠન કર્યું હતું. પરંતુ 49 દિવસો બાદ જન લોકપાલ બિલનું કોઇ પક્ષે સમર્થન ન કરતાં પક્ષે સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 70 માંથી 67 બેઠકો મળતાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી. પક્ષના મુખ્ય હરીફ ભારતીય જનતા પાર્ટીને 3 અને કોંગ્રેસને ૦ (શૂન્ય) બેઠકો મળી હતી. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને 70માંથી 62 બેઠકો, ભારતીય જનતા પાર્ટીને 8 અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ફરીથી ૦ બેઠકો મળી હતી.