ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બ્રેડ, માખણ અને કુકિંગ ઓઈલનું વધુ સેવન ખતરનાક, ICMRએ શું કહ્યું?

  • એડિટિવ્સથી બનતું પનીર, માખણ, અનાજ, બાજરો અને પ્રોસેસ્ડ લોટ, એનર્જી ડ્રિંક્સ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને જ્યૂસ જેવી વસ્તુઓને પણ ICMRએ ગ્રુપ સી કેટેગરીમાં રાખી છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પોતાની ગાઈડલાઈનમાં બ્રેડ, માખણ અને કુકિંગ ઓઈલ સહિતના કેટલાક ફૂડ્સને આરોગ્ય માટે હાનિકારક ગણાવ્યા છે અને તેને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની કેટેગરીમાં સામેલ કર્યા છે. આઈસીએમઆર અનુસાર ગ્રુપ સી ખાદ્ય પદાર્થોમાં ફેક્ટરીઓમાં બનતી બ્રેડ, સીરિયલ્સ, કેક, ચિપ્સ, બિસ્કિટ, ફ્રાઈઝ, જેમ, સોસ, મેયોનીઝ, આઈસક્રીમ, પ્રોટીન પેક પાવડર, પનીર બટર, સોયા ચંક્સ, ટોફુ જેવા ખાદ્ય પદાર્થો સામેલ છે. એડિટિવ્સથી બનતું પનીર, માખણ, અનાજ, બાજરો અને પ્રોસેસ્ડ લોટ, એનર્જી ડ્રિંક્સ, દૂધ, કોલ્ડ ડ્રિંક્સ અને જ્યૂસ જેવી વસ્તુઓને ICMRએ ગ્રુપ સી કેટેગરીમાં રાખી છે.

શું છે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ?

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હેલ્ધી એટલે નથી કેમકે વિવિધ અનાજના લોટને ફેક્ટરીમાં હાઈફ્લેમ પર પીસીને બનાવવામાં આવે છે અને તે ઘણા દિવસો સુધી બગડે નહીં તે માટે તેમાં કૃત્રિમ ઘટકો અને એડિટિવ્સ ઉમેરવામાં આવે છે. તે જ રીતે, તાજા ફળોને અનેક દિવસો સુધી ફ્રીજ કરીને રાખવામાં આવે છે, જેથી તે ખરાબ ન થાય. દૂધને પણ પેશ્ચ્રાઈઝ્ડ કરવામાં આવે છે. તમામ પ્રકારના પ્રોસેસિંગ જે આ સ્વસ્થ ખાદ્ય પદાર્થોને ખાવા માટે તૈયાર કરે છે, તે ખાદ્યપદાર્શોના પોષક તત્વોને છીનવી લે છે. જ્યારે પ્રોડક્ટનો લાંબા સમય સુધી સ્વાદ અને રંગ જાળવી રાખવા માટે ફેક્ટરીઓ આરોગ્ય માટે જોખમી એવા આર્ટિફિશિયલ સ્વીટનર, કલર્સ અને એડિટિવ્સ ઉમેરવામાં આવે છે.

બ્રેડ, માખણ અને કુકિંગ ઓઈલનું વધુ સેવન ખતરનાક, ICMRએ શું કહ્યું? hum dekhenge news

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી થાય છે બીમારીઓ

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડના લાંબા સમય સુધી સેવનથી સ્થૂળતા, હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી બીમારીઓ થાય છે. આ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ માં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને ફાઈબર સહિત આવશ્યક પોષક તત્ત્વો અત્યંત ઓછા પ્રમાણમાં હોય છે. અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે આવી વસ્તુઓથી ભરપૂર આહાર મેદસ્વીતા, એજિંગ વધવું, હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ અને ઓવરઓલ હેલ્થ ખરાબ થવાનું રિસ્ક જોડાયેલું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આવા ખાદ્યપદાર્થો સામાન્ય રીતે ખૂબ જ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોય છે, જેના કારણે તે લોકો માટેનો લોકપ્રિય વિકલ્પ બની જાય છે. ICMR C લેવલના ખાદ્યપદાર્થોનું વધુ સેવન ન કરવાની સલાહ આપે છે. જેનો અર્થ એ છે કે આ ખાદ્યપદાર્થોમાં ખાંડ અને મીઠું વધુ હોય છે અને વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જેવા પોષક તત્વો ઓછા હોય છે.

આ પણ વાંચોઃ AC ઠંડક નથી આપતું? તો કરો આ કામ, ઠંડકની સાથે સાથે બિલ પણ ઘટાડશે

Back to top button