ટોપ ન્યૂઝહેલ્થ

WHO દ્વારા અધિક મૃત્યુદરના અનુમાન સામે ભારતનો વિરોધ

Text To Speech

નવી દિલ્હીઃભારત WHO દ્વારા ગાણિતિક મોડલના આધારે વધુ મૃત્યુદરનું અનુમાન રજૂ કરવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ સામે એકધારો વાંધો ઉઠાવે છે. ભારતે આ મોડલિંગ કવાયતની પ્રક્રિયા, પદ્ધતિ અને પરિણામ સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં, WHO દ્વારા ભારતની ચિંતાઓ પર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપ્યા વગર અધિક મૃત્યુદરના અનુમાનો જાહેર કરવામાં આવ્યા છે. ભારતે WHO ને એવી પણ જાણ કરી હતી કે, ભારતીય રજિસ્ટ્રાર જનરલ (RGI) દ્વારા નાગરિક નોંધણી સિસ્ટમ (CRS)ના માધ્યમથી પ્રકાશિત કરવામાં આવેલા અધિકૃત ડેટાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખતા, ભારત માટે વધુ મૃત્યુઆંક રજૂ કરવા માટે આ ગાણિતિક મોડલનો ઉપયોગ થવો જોઇએ નહીં. ભારતમાં જન્મ અને મૃત્યુની નોંધણીની કામગીરી અત્યંત મજબૂત છે અને તે દાયકાઓ જૂના વૈધાનિક કાનૂની માળખા એટલે કે “જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969” દ્વારા સંચાલિત છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટી સંખ્યામાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને વૈજ્ઞાનિકો દ્વારા દર વર્ષે RGI દ્વારા બહાર પાડવામાં આવતા નાગરિક નોંધણી ડેટા તેમજ સેમ્પલ નોંધણી ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

RGI, એક સદી કરતાં પણ જૂની વૈધાનિક સંસ્થા છે અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય રજિસ્ટ્રાર તેમજ દેશભરના લગભગ 3 લાખ રજિસ્ટ્રાર/સબ-રજિસ્ટ્રાર દ્વારા તેને સહાય કરવામાં આવે છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સબમિટ કરવામાં આવતા અહેવાલોના આધારે, નાગરિક નોંધણી પ્રણાલી (CRS) પર આધારિત રાષ્ટ્રીય અહેવાલો – ભારતના મહત્વપૂર્ણ આંકડા દર વર્ષે RGI દ્વારા બહાર પાડવામાં આવે છે. વર્ષ 2019 માટેનો આવો છેલ્લો રાષ્ટ્રીય અહેવાલ જૂન 2021માં બહાર પાડવામાં આવ્યો હતો અને વર્ષ 2020 માટેનો અહેવાલ 03 મે 2022 ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલો, જાહેર ડોમેન પર ઉપલબ્ધ છે. ભારત દૃઢતાપૂર્વક માને છે કે, WHOએ બિન-સત્તાવાર ડેટા સ્ત્રોતો પર આધારિત સચોટના હોય તેવા ગાણિતિક પ્રોજેક્શનના બદલે સભ્ય રાજ્યના કાયદાકીય માળખા દ્વારા જનરેટ કરવામાં આવેલા આવા મજબૂત અને સચોટ ડેટાનો આદર કરવો જોઇએ અને તેને સ્વીકારવા જોઇએ તેમજ તેનો ઉપયોગ કરવો જોઇએ.

ભારતે એ વાત પર ધ્યાન દોર્યું હતું કે, WHO દ્વારા દેશોને ટીઅર I અને II માં વર્ગીકૃત કરવા માટે જે માપદંડો અને ધારણાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં અસંગતતા હતી તેમજ ભારતને જે આધાર પર ટીઅર II દેશોની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તે આધાર પર ભારતે સવાલ ઉઠાવ્યો હતો (આના માટે ગાણિતિક મોડેલિંગ અનુમાનનો ઉપયોગ કરવામાં આવે છે). ભારતે એ તથ્યને પણ રેખાંકિત કર્યું હતું કે, અસરકારક અને મજબૂત વૈધાનિક પ્રણાલી દ્વારા એકઠા કરવામાં આવેલા મૃત્યુદરના ડેટાની ચોકસાઇને ધ્યાનમાં રાખતા, ભારત ટીઅર II શ્રેણીના દેશોમાં સ્થાન મેળવે તેવી પાત્રતા નથી ધરાવતું. WHOએ આજદિન સુધી ભારતની દલીલનો જવાબ આપ્યો નથી.

Back to top button