ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસયુટિલીટી

સોનું ખરીદવાની ઉત્તમ તક, સતત ત્રીજા દિવસે સોનું થયું સસ્તું, જાણો રેટ?

Text To Speech

નવી દિલ્હી, 20 ડિસેમ્બર, સોનામાં રોકાણ કરવું એ આપણા દેશના લોકોની પહેલી પસંદગી છે. ત્યારે સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 20 ડિસેમ્બર એટલે કે આજરોજ પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા ગ્રાહકો ખુશ છે. આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા સોનું ખરીદવાની ઉત્તમ તક ઉભી થઈ છે. 24 કેરેટ સોનાનો ભાવ 77,100 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ. 91,500 પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે ચાંદીનો ભાવ રૂ.92,500 હતો. ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે, શુક્રવાર, 20 ડિસેમ્બર, 2024, સોનું સસ્તું થયું છે. સતત ત્રીજા દિવસે ગોલ્ડ સસ્તું થઈ ગયું છે. જો તમારા ઘરમાં લગ્ન છે તો આ એક રાહતના સમાચાર છે કારણ કે તમે બજેટમાં સોનાના દાગીના ખરીદી શકશો. આજે 20 ડિસેમ્બરે 10 ગ્રામ સોનાની કિંમતમાં 750 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 750 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 700 રૂપિયા સસ્તો થયો છે. આજે દિલ્હી, યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં સોનાની કિંમતમાં 700 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 77,000 રૂપિયાથી વધુ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 70 હજાર રૂપિયાથી વધુ છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનો છે.

લગ્નની સિઝનમાં પાછલા વર્ષોના ટ્રેન્ડ પર નજર કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો જોવા મળે છે. નિર્મલા સીતારમણે 23 જુલાઈના બજેટમાં સોના પરની ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદ સોનામાં રૂ.6,000 સુધીનું સીધું કરેક્શન જોવા મળ્યું હતું. સોનું હાલમાં તેની ટોચની સપાટીથી ઘણું નીચે ટ્રેડ કરી રહ્યું છે. સોનાનો ભાવ રૂ.82,000ની નજીક પહોંચી ગયો હતો અને એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ.1,00,000ને પાર કરી ગયો હતો. પરંતુ બજેટ બાદ તેમાં સુધારો જોવા મળ્યો હતો. અત્યારે તે માત્ર રેન્જમાં જ ટ્રેડિંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો…Look Back 2024: કારોં કા “કાર”નામા, સૌથી વધુ દોડી આ ગાડીઓ, ઈ-વેહિકલ પણ રેસમાં આગળ

Back to top button