ટ્રાવેલ

ટ્રેકિંગ માટે ઉત્તમ, ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન

છેલ્લા બે વર્ષના કોરોનાની ઘાતક લહેરો બાદ આ પહેલું સમર વેકેશન છે જેમાં લોકો ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યાં છે. આ બે વર્ષના સમયનાં લાંબા સમય સુધી ઘરમાં પુરાયેલા લોકો કોઈ એવી ખુલ્લી અને કુદરતી જગ્યાએ જવા ઈચ્છે છે કે, જ્યાં તેને શાંતી અને કુદરતી સૌંદર્યની અનુભૂતી થઈ શકે. તો આજે અમે તમને ગુજરાતના એવા ડાંગ જિલ્લાના હિલસ્ટેશન વિશે માહિતગાર કરીશું કે, જ્યાં પહાડો, નદી, ઝરણાં, તળાવો, વર્ષો જૂનાં વૃક્ષો, ઐતિહાસીક સ્થળો કુદરતના ખોળે આવેલાં છે. જ્યારે વેકેશનમાં લોકો ફરવા જવાનું વિચારતા હોય છે ત્યારે આવા સમયે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે. તેને લઈને પ્રવાસીને જરૂરી તમામ સુવિધા સાપુતારામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સમુદ્રથી 1083 મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જ્યાં તમે પહાડો, નદી, ઝરણાં, જંગલ વગેરે કુદરતી સૌંદર્યનું આનંદ માણી શકો છો.

સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન
સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘોરાં જંગલો વચ્ચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. ચારેબાજુ ફેલાયેલ પહાડોની ખીણો અને લીલીછમ વનનાં દ્રશ્યો મનને હરી લે છે. હાલના સમયમાં સાહસિક યુવાનોમાં હિલસ્ટેશન પર જઈને એડવેન્ચર કેમ્પ કરવાનું ખુબ જ પસંદ કરતાં હોય છે. ત્યારે એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે. જેમા એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 28થી30 ડિગ્રીથી ઓછુ રહે છે. આમ તો ગુજરાતમાં અનેક જોવાલાયક સ્થળો છે. પરંતુ કુદરતી સૌંદર્ય માણવુ હોય તો દક્ષિણ ગુજરાતમાં આવેલા એકમાત્ર હિલ સ્ટેશને એકવાર અચૂક જવુ જ જોઈએ.

સાપુતારામાં ફરવા માટેના સ્થળો
સનરાઈઝ પોઈન્ટ, નૌકાવિહાર, સાપુતારા આદિજાતિ સંગ્રહાલય, માછલી ઘર, ઈક્કો પોઈન્ટ ,ફોરેસ્ટ નર્સરી, મધ ઉછેર કેન્દ્ર, રોઝ ગાર્ડન, અંબિકા દર્શન, લેક ગાર્ડન, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈન્ટ, એડવેન્ચર, જૈન મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, સાંઈબાબા મંદિર, આયુર્વેદિક ઔધિઓ ઉદ્યાન, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, આયુર્વેદિક દવાખાનું અને સ્પા, ટેબલ પોઈન્ટ, ઝીપ લાઈન, આર્ટિસ્ટ વિલેજ, તેમજ ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે.

હિલ સ્ટેશન સાપુતારા વિશે
સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા જેથી તેનું નામ સાપુતારા પડ્યું. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય જોવા મળે છે. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓની પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે.

સાપુતારાનું હવામાન મનમોહક
સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગુજરાતનુ આ હિલ સ્ટેશન વીકેન્ડ ગેટવે તરીકે જાણીતુ છે. તેથી હાલમાં સરકારે પણ આ હિલ સ્ટેશનને વધુને વધુ વિકસાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. સરકાર સાપુતારાને માથેરન અને મહાબળેશ્વર જેવું બનાવીને પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધા મળે તે પ્રકારનું આયોજન ઘડી રહી છે. સાપુતારાનું હવામાન એકદમ ખુશ્નુમા છે અને હંમેશા રહે છે. સાપુતારામાં એક વખત પગ મુકીએ એટલે ત્યાં જ રહી જવાનું મન થઇ જાય! ગરમીની ઋતુમાં પણ અહી તાપમાન 30 ડિગ્રીથી વધારે હોતું નથી. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલ સ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે. ડાંગ જિલ્લામાં વાંસના જંગલો આવેલા છે તેથી અહીં હાથ બનાવટની વાંસની સુંદર વસ્તુઓની બજાર વિશેષ છે. ત્યાં સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી અવિસ્મરણીય છે.

સાપુતારા પ્રચીન ઈતિહાસ ધરાવે છે
પ્રાચીનકાળમાં આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો. રામાયણમાં શ્રીરામના ૧૪ વર્ષના વનવાસ કાળનો ઉલ્લેખ છે. આ ૧૪ વર્ષના વનવાસ કાળમાંથી શ્રીરામે સીતા અને લક્ષ્મણ સાથે ૧૧ વર્ષ આ જંગલમાં વિતાવેલા છે. આ ગીચ જંગલ વિસ્તાર સીતાવન તરીકે ઓળખાય છે. જેમ રામાયણકાળમાં શ્રી રામે દંડકારણ્યમાં વનવાસ કર્યો હતો તેમ દ્વાપરયુગમાં અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ વનપ્રદેશમાં આવેલી ગુફાઓમાં વસવાટ કરેલો હતો. આ ગુફાઓ પાંડવ ગુફા તરીકે ઓળખાય છે.

 

સાપુતારાના પ્રવાસીય સ્થળો:

સાપુતારા સરોવર
સાપુતારાનું સરોવર માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થીયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. હાથગઢનો કિલ્લો, પાંડવ ગુફાઓ તથા રજત પ્રતાપથી લઇને ત્રિધારા સુધીના વિસ્તારો પર્વતારોહીઓ માટે શ્રેષ્ઠ છે. ડાંગ જિલ્લામાં ગીચ જંગલ વિસ્તાર છે. સાપુતારા લેક શાંત અને નિર્બાદ પિકનિક સ્પોટ છે જે સાપુતારા ઘાટીના કેન્દ્રમાં સ્થિત છે. આ ઝીલ હિલ પહાડીના તલહટી પર સ્થિત છે, જ્યાંથી તમે પહાડી સૌંદર્યનો આનંદ મનભરીને માણી શકો છો. ઝીલની આસપાસ મનોરંજનની ઘણીબધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. આત્મિક અને માનસિક શાંતિ અહીનુ ભ્રમણ ખૂબ વધુ મહત્વ ધરાવે છે. વિકેંડ અહીં 2 દિવસનો સમય કાઢીને સાપુતારાનુ ભ્રમણ કરી શકાય છે.

વાંસદા નેશનલ પાર્ક
૨૪ ચોરસ કિલોમીટરના નાનકડા વિસ્તારમાં ફેલાયેલો વાંસદા નેશનલ પાર્ક મૂળ તો વાંસદાના રાજાનું પ્રાઇવેટ જંગલ હતું. ગાઢ પ્રકારના આ જંગલનું મુખ્ય આકર્ષણ દીપડા છે.

પૂર્ણા સેન્ચૂરી
૧૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું પૂર્ણા અભયારણ્ય મૂળ તો વેસ્ટર્ન ઘાટનો એક ભાગ છે. ત્યાં જતાં રસ્તાની બન્ને બાજુ આવેલા વાંસના છોડ આકર્ષણનું કેન્દ્ર છે.

સન રાઇઝ અને સન સેટ
વઘઇથી સનરાઇઝ પોઇન્ટ દોઢ કિલોમીટરના અંતરે આવેલો છે. આ પોઇન્ટ ‘વેલી વ્યૂ પોઇન્ટ’ તરીકે પણ ઓળખાય છે. સૂર્યાસ્ત જોવા માટે કોઇ ચોક્કસ સ્થળે જવાની જરૂર નથી. જંગલના કોઇ પણ ભાગમાંથી સૂર્યાસ્તનો અદ્વિતીય નજારો જોવા મળશે.

રોપ-વે
ત્યાંની એક સ્થાનિક હોટેલ સૂર્યાસ્ત સમયે ખીણ પરથી દસ મિનિટની રોપ-વે સવારી કરાવે છે.

ગીરા ધોધ
ડાંગ ગયા હોઇએ અને ગીરા ધોધ ન જોવાય એ કેમ ચાલે! સાપુતારાથી ગીરા બાવન કિલોમીટર દૂર છે.

 

સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે તેમ તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે

કેવી રીતે જવું?
સાપુતારાના નજીકનું એરપોર્ટ ૨૨૫ કિલોમીટર દૂર આવેલું મુંબઇ છે. નજીકના રેલવે સ્ટેશનોમાં વઘઇ ૫૧ કિલોમીટર દૂર અને થોડે વધુ દૂર બિલિમોરા છે. બિલિમોરાથી ત્યાં જવાની બસ મળી રહે છે. અમદાવાદથી સાપુતારા ૪૨૦ કિલોમીટર અને સુરતથી ૧૭૨ કિલોમીટર દૂર આવેલું છે.

જો સાપુતારા ખાનગી વાહન લઇને જતાં હો તો સાપુતારામાં જતાં પહેલા જ ગાડીમાં બળતણ પુરાવી લેવું, કેમ કે સાપુતારામાં કોઇ પેટ્રોલપંપ નથી.

પ્રવાસ માટે માહિતી
સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

નજીકનું વિમાનમથક: મુંબઇ નજીકનું નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ નજીકનું બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: નાસિક

સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.

અહીંથી આહવા, વઘઇ, નાસિક, ચિખલી, બીલીમોરા તેમ જ સપ્તશ્રુંગી ગઢ મોટરમાર્ગે જઇ શકાય છે. સાપુતારા ગુજરાતનું હોવા છતાં અમદાવાદ કરતાં મુંબઇથી વધારે નજીક છે.

Back to top button