પ્રેમનું ઉદાહરણ: પતિએ પત્નીની યાદમાં બનાવ્યું મંદિર, પુણ્યતિથિ પર મૂર્તિ સામે કર્યું નમન
HD ન્યૂઝ ડેસ્ક, 26 જુલાઇ, તેલંગાણાનો એક અનોખો કિસ્સો જાણવા મળ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પ્રેમનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. પતિએ સ્વર્ગસ્થ પત્નીની યાદમાં મંદિર બનાવ્યું છે. એટલું જ નહીં, પત્નીની મૂર્તિ બનાવીને મંદિરની અંદર સ્થાપિત કરી છે. અને પતિએ મૂર્તિની પૂજા પણ કરી.
ઘટના એવી છે કે, તાજેતરમાં જ તેમની પત્નીનું નિધન થયું હતું. આવી સ્થિતિમાં પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું છે. જેનો વીડિયો વાયરલ થયો છે. તેલંગાણાના એક વ્યક્તિએ તેના પ્રેમ માટે પત્નીની યાદમાં મંદિર બનાવ્યું. ખાસ વાત એ છે કે પુરુષે મંદિરની અંદર કોઈ દેવી-દેવતાની નહીં પણ પોતાની પત્નીની મૂર્તિ સ્થાપિત કરી છે. તે વ્યક્તિએ માત્ર તેની પત્નીની મૂર્તિ જ નથી બનાવી, પરંતુ તે પ્રતિમાની પૂજા પણ કરી. જાણીને તમને નવાઈ લાગશે પરંતુ આ સાચું છે. વાસ્તવમાં, ગયા વર્ષે વેંકટનારાયણ નામના આ વ્યક્તિની પત્ની સુજાતાનું મૃત્યુ થયું હતું. પત્નીના મૃત્યુ પછી તે ખૂબ જ ભાંગી પડ્યા હતા અને તેના પ્રેમને યાદ કરવા માટે તેમણે આ પ્રતિમા બનાવી છે.
પત્નીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું
વેંકટનારાયણની પત્નીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આવી સ્થિતિમાં પત્નીની વિદાયથી તે ઉદાસ થઈ ગયા હતા. તે પત્નીના આકસ્મિક મૃત્યુને સહન કરી શક્યા નહીં. આવી સ્થિતિમાં તેમણે સુજાતાની યાદમાં મંદિર બનાવવાનું વિચાર્યું. તેલંગાણાના વેંકટનારાયણ તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. આવી સ્થિતિમાં પત્નીના મૃત્યુ પછી, પતિએ તેની યાદમાં તેલંગાણાના વારંગલના ખાનપુરમ મંડળમાં તેના નામ પર મંદિર બનાવ્યું. તેમની પત્નીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંદિરની અંદર પત્ની સુજાતાની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. પ્રથમ દિવસે પત્નીની પૂજા પણ કરી હતી.
આ પણ વાંચો..લગ્નની જાળમાં ફસાવનાર લૂટેલી દુલ્હન ગેંગ ઝડપાઈ, જાણો ગેંગની મોડસ ઓપરેન્ડી