એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝ

આવતીકાલે બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ ઓસિસ્ટન્ટની યોજાશે પરીક્ષા, વડોદરામાં એક કેન્દ્રમાં કરાયો ફેરફાર

Text To Speech

સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી, બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટંટ  વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા આવતીકાલે તા.24 એપ્રિલે રવિવારે બપોરે 13થી 13 કલાક દરમિયાન રાજ્યના વિવિધ કેન્દ્રો પર યોજાનાર છે.

સુધારેલ સરનામા વગરના કોલ લેટર પણ માન્ય ગણાશે
સચિવાલય હસ્તકની બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટંટ  વર્ગ -૩ સંવર્ગની માટે વડોદરાના પરીક્ષા કેન્દ્રના સરનામામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ કેન્દ્રના ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રના સુધારેલ સરનામું ધ્યાને લેવાનું રહેશે. કોલ લેટરમાં બરોડા હાઇસ્કુલ ઓ.એન.જી.સી. ટાઉનશિપ મકરપુરા રોડ, વડોદરા સરનામું દર્શાવેલ છે. પરંતુ હવે તેના બદલે બરોડા હાઇસ્કુલ, એક્સપ્રેસ હોટેલની સામે, નુતન ભારત સોસાયટી, અલકાપુરી, વડોદરા  ખાતે સુધારા થયેલ સરનામા મુજબ પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક નં.૧૫૦૦૯૯૬૭૮૫ થી ૧૫૦૦૯૯૭૦૮૪ સુધીના ઉમેદવારોએ હાજર રહી પરીક્ષા આપવાની રહેશે. સુધારેલ સરનામા વગરના કોલ લેટર પણ માન્ય ગણાશે એમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ દ્વારા જણાવાયું છે.

2018માં જાહેર કરવામાં આવી હતી ભરતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2018માં સરકારના વિવિધ ખાતાની કચેરીઓમાં મહેસૂલ વિભાગ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન વર્ગ-3 અને સચિવાલય વિભાગ માટે ઓફિસ ઓસિસ્ટન્ટ વર્ગ-3 માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2018ની ભરતી રદ્દ થયા બાદ કોરોના મહામારીના કારણે હવે આવતીકાલે 3901 જગ્યાઓની ભરતી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button