ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવીડિયો સ્ટોરીહેલ્થ

પરીક્ષા પે ચર્ચા: પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું ખાવું, નિષ્ણાતોએ આપી સલાહ, જુઓ વીડિયો

  • પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ શું ખાવું અને શું ન ખાવું તેની વાતો પરીક્ષા પે ચર્ચાના ચોથા એપિસોડમાં હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવી હતી 

HD ન્યુઝ ડેસ્કઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ ‘પરીક્ષા પે ચર્ચા’નો ચોથો એપિસોડ શુક્રવારે (14 ફેબ્રુઆરી) સવારે 10 વાગ્યે પ્રસારિત થયો હતો. આ શોમાં દિગ્ગજ શેફ શોનાલી સબરવાલ, ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર અને હેલ્થ ઈન્ફ્લુએન્સર રેવંત હિંમાતસિંકા ઉપસ્થિત રહ્યા હતા. આ બધા નિષ્ણાતોએ જણાવ્યું કે કેવી રીતે વિદ્યાર્થીઓ તેમના આહાર દ્વારા તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખીને પરીક્ષા દરમિયાન પોતાને તણાવમુક્ત રાખી શકે છે.

કોફીને બદલે શું પીવું?

કાર્યક્રમમાં હાજર શોનાલીએ કહ્યું કે જો તમને કોફીનો શોખ છે, તો ગ્રીન ટી પીવાનું શરૂ કરો. જો તમારે રિલેક્સ થવું હોય તો બીટરૂટનો રસ પીવો. અભ્યાસ કરતી વખતે મગજને ક્રંચ ખૂબ ગમે છે. આ જ કારણ છે કે આપણે ચિપ્સ ખાઈએ છીએ. પણ તમે ઘરે શક્કરિયાની ચિપ્સ બનાવી શકો છો. સુગર ક્રેવિંગ માટે ડાર્ક ચોકલેટ ખાઓ, પરંતુ મર્યાદિત માત્રામાં.

fruits12

જંક ફૂડને બદલે શું ખાવું?

રેવંતે વિદ્યાર્થીઓને સૂચન કર્યું કે જો તમે પેકિંગ પરના લેબલ ધ્યાનથી વાંચવાનું શરૂ કરો છો, તો તમને સરળતાથી સમજાશે કે શું ખાવું યોગ્ય છે અને શું નથી. જો તમને જંક ફૂડ ખાવાનું મન થાય, તો સવારે તાજા લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. આ ઉપરાંત, બપોરનું ભોજન, નાસ્તો અથવા રાત્રિભોજન વચ્ચે બદામનું સેવન કરો અને સવારે વહેલા ફ્રેશ ફ્રુટ્સ ખાઓ. શોનાલીએ કહ્યું કે જો તમને તણાવને કારણે કબજિયાતની સમસ્યા થઈ રહી છે, તો તમે કેળા અને દહીં-ખાંડનું સેવન કરી શકો છો.

રમતગમત અને કસરત મહત્ત્વના

પાચનતંત્રને મજબૂત બનાવવા માટે, તમારે શારીરિક પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે ખૂબ જ મહત્ત્વના છે. ફક્ત એક જ જગ્યાએ બેસીને અભ્યાસ ન કરો. જો તમે અડધો કલાક પણ રમત રમશો તો તમારા પોશ્ચર યોગ્ય રહેશે. શોનાલીએ વધુમાં જણાવ્યું કે ઉંમર, હવા અને પગની કસરત શરીરને સ્વસ્થ રાખે છે. એનો અર્થ એ કે થોડું ચાલવાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે અને તમારા જીવનમાં ખુશીઓ પણ આવે છે.

ખોરાકમાં વિવિધતા હોવી જોઈએ

કાર્યક્રમમાં ભાગ લેનાર રુજુતાએ કહ્યું કે જેમ પરીક્ષામાં વિવિધ વિષયો હોય છે, તેવી જ રીતે તમારા ખોરાકમાં પણ વિવિધતા હોવી જોઈએ. એનર્જી ડ્રિંક્સ તણાવ વધારે છે, તેથી તમે તેના બદલે કેળું ખાઈ શકો છો. તેમણે કહ્યું કે ભાત પણ તમારા આહારમાં સામેલ કરવા જોઈએ. શોનાલીએ કહ્યું કે તમે દહીં અને ખાંડનું સેવન કરી શકો છો અને શક્ય હોય ત્યાં સુધી પેક્ડ ફૂડ ટાળવાનો પ્રયાસ કરો.

સ્ટ્રેસથી બચવા બ્રેકફાસ્ટમાં શું ખાશો

ન્યુટ્રિશન એક્સપર્ટ શોનાલીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપણે પહેલા જે કંઈ ખાતા હતા તે બધું જ યોગ્ય હતું, પરંતુ આજકાલ આપણે ખાતા પહેલા વિચારવાની જરૂર છે. રેવંતે કહ્યું કે જ્યારે પણ તેને તણાવહોય ત્યારે તે મીઠાઈ ખાય હતો. ઘરે બનાવેલો ખોરાક ખાવો વધુ સારું છે. રુજુતાએ કહ્યું કે બાળકોએ ખાંડથી દૂર રહેવું જોઈએ અને તેના બદલે મિલેટ્સ, બ્રાઉન રાઈસ જેવા સ્વસ્થ વિકલ્પો અપનાવવા જોઈએ. ખાસ કરીને બ્રેકફાસ્ટમાં મિલેટ્સ હોવા જોઈએ.

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણે કરી PM મોદીની પ્રશંસા, વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ પર આપી ટિપ્સ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button