ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાતમાં લોકરક્ષક અને PSI ભરતી માટે પરીક્ષાની તારીખ જાહેર, જૂઓ વીડિયો

ગાંધીનગર, 19 ઓક્ટોબર : રાજ્ય પોલીસ વિભાગમાં LRD અને PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે મહત્ત્વની માહિતી આપી છે. તેમણે LRD અને PSI બંનેમાં ફોર્મ ભર્યા હોય તેમને મૂંઝવતા સવાલોના જવાબો આપ્યા છે. આ સાથે ભરતીની તારીખોનો પણ અંદાજ આપ્યો છે.

ક્યારે શારીરિક કસોટી યોજાશે?

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ‘લોકરક્ષક દળ તથા PSI ભરતીની આગળની પ્રક્રિયા ચાલુ છે. શારીરિક કસોટી માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી શરૂ કરવા માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. લગભગ 45 દિવસમાં શારીરિક કસોટીની કામગીરી પૂર્ણ કરાશે. પહેલા પીએસઆઈની શારીરિક કસોટી લેવાશે. જેથી તેની લેખિત કસોટી યોજાશે. ત્યારબાદ લોકરક્ષક દળની લેખિત કસોટી યોજાશે. બંને કસોટીઓ SSCની કસોટીઓ પહેલા પૂર્ણ થાય તે માટેનું આયોજન છે. ઉમેદવારો અત્યારથી તૈયારીઓ શરૂ કરી દે.

બંનેની લેખિત કસોટી ક્યારે થશે?

આ અંગે IPS હસમુખ પટેલે કહ્યું હતું કે, 25 નવેમ્બર આસપાસ શારીરિક કસોટી લેવામાં આવશે. PSIની લેખિત કસોટી ડિસેમ્બર અંત અથવા જાન્યુઆરીમાં યોજાઈ શકે. લોકરક્ષક દળની લેખિત કસોટી જાન્યુઆરીના અંત અથવા ફેબ્રુઆરીમાં લેવાઈ શકે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને મેદાન ઉપલબ્ધ કરાવવા માટે સંસ્થાઓને અપીલ. રાજ્યના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પણ શારીરિક તૈયારીઓ માટે ઉપલબ્ધ કરાવાશે. ઉમેદવારો માટે હેલ્પ લાઈન નંબર આપવામાં આવશે. એક કરતાં વધુ ફોર્મ ભર્યું હશે તેના બધા જ ફોર્મ મર્જ કરવામાં આવશે.

ઉમેદવારો માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી

હેલ્પલાઈન અંગે માહિતી આપતા IPS હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ‘સપ્ટેમ્બરમાં ફોર્મ ભર્યા ત્યારે હેલ્પલાઈન શરૂ કરી હતી અને હજુ તે નંબર ચાલુ જ છે. અમે શારીરિક કસોટી માટે કોલલેટર ઈશ્યૂ કરીશું ત્યારે પણ હેલ્પલાઈનનો ઉપયોગ કરીશું. બે વખત ફોર્મ ભર્યા છે તેમના ફોર્મ મર્જરની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે અમે વેબસાઈટમાં માહિતી આપીશું. ગત વખત જે 15 થી 17 લોકેશન હતા એ જ લોકેશન રહેશે. લોકરક્ષક દળના 11 લાખ ઉમેદવાર, લોકરક્ષક-પીએસઆઈના 4 લાખ 38 હજાર ઉમેદવાર, માત્ર પીએસઆઈના 60 હજાર ઉમેદવાર છે.

આ પણ વાંચો :- બાબા સિદ્દીકી પછી બિશ્નોઈનું આગામી લક્ષ્ય રાહુલ ગાંધી… ‘, કોણે કરી આવી પોસ્ટ?

Back to top button