GPSCના ઉમેદવારો માટે પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે લેવાશે સામાન્ય પરીક્ષા
- 6 ફેબ્રુઆરીથી લઈને 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર, 9 ડિસેમ્બર: ગુજરાતમાં GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર બહાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા મહત્ત્વની ગણાતી પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં દરેકની સામાન્ય અભ્યાસની પરીક્ષા તારીખ 23 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે. આ સિવાય સંબંધિત વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં લેવાશે. 23 ફેબ્રુઆરીએ એક જ દિવસમાં સામાન્ય અભ્યાસની પ્રાથમિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી લઈને 20 એપ્રિલ સુધી અલગ-અલગ તારીખે સંબંધિત વિષયોની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
Important Notice Regarding Date of Preliminary Examinationshttps://t.co/Fbhp0Mgh9Q
— GPSC (@GPSC_OFFICIAL) December 9, 2024
ઉલ્લેખનીય છે કે, GPSC દ્વારા 9 પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- અધિક સીટી ઇજનેર (સિવિલ), વર્ગ-1 GMC
- મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 GMC
- મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
- નાયબ કાર્યપાલક ઇજનેર (યાંત્રિક), વર્ગ-2 (ન.જ.સં.પા.પુ.ક વિભાગ)
- સાયન્ટિફિક ઑફિસર (ભૌતિક શાસ્ત્ર), વર્ગ-2
- મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી, વર્ગ-2
- નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ), વર્ગ-2 GMC
- અધિક મદદનીશ ઇજનેર ( સિવિલ), વર્ગ-3 GMC
- અધિક મદદનીશ ઇજનેર ( વિદ્યુત), વર્ગ-3 GMC
આ પણ જૂઓ: ગુજરાતની વધુ એક સિદ્ધિ: ભારત સરકાર તરફથી રાજ્યને મળ્યો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર