ગુજરાતના માજી સૈનિકો પોતાના હક્ક અને અધિકારની માંગણી લઈને આજે શાંતિપૂર્ણ આંદોલન કરવા માટે ગાંધીનગર આવવાના હતા. પરંતુ મંજૂરી નથી અને અન્ય કારણો આગળ ધરીને તેમને ચિલોડા નજીક અટકાવી દેવાયા હતા. રાજ્ય સરકાર સામે 14 પડતર માંગણીઓને લઈને આંદોલનના માર્ગે ચાલેલા માજી સૈનિકોએ આજે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી.
માજી સૈનિકો દ્વારા કરાઈ રહેલા દેખાવોમાં એક આર્મી જવાનના મોતથી હોબાળો
તબીયત લથડતા નિવૃત્ત આર્મી જવાનને હોસ્પિટલમાં ખસેડાયા હતા#Gandhinagar #Gandhinagarupdate #ARMY #hospital #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/TdCe65JNrG— Hum Dekhenge News (@humdekhengenews) September 13, 2022
સરકારે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રદર્શન કરવા આવી રહેલ માજી સૈનિકોને જગ્યા ન ફાળવતા ચિલોડા નજીક ધરણાં પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે પોલિસે બળપ્રયોગ કરીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તકરારમાં હાથાપાઈ થતા એક એક્સ-આર્મી જવાનને માર વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
માજી સૈનિકોની પડતર માંગણીઓ
– શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
– માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે
– ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
– ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
– માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
– શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
– વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
– ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
– રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
– કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
– દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
– સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
– ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
આંદોલનકારીઓના આક્ષેપ અનુસાર ગાંધીનગર જતા અમને અટકાવ્યા.અમારા વિરોધ પ્રદર્શન માટે જગ્યા ના ફાળવી અને હવે ચિલોડામાં જ ધરણા કરી રહ્યાં છીએ ત્યારે અહિં પણ પોલિસને આગળ ધરીને અટકચાળા કરવામાં આવી રહ્યાં છે. સરકારના ઈશારે થયેલ આ દમનને કારણે આર્મીના એક જવાન કાનજીમોથલિયા શહીદ થયા છે.
તબિયત ખરાબ થઈ હતી કે પછી પોલિસ સાથેના ઘર્ષણને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેની હજી કોઈ નક્કર માહિતી નથી પરંતુ, ચિલોડા ધરણા પ્રદર્શનના સ્થળે નિવૃત્ત આર્મી જવાનને તબિયત લથડતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે મોકલાયા હતા. જોકે સારવાર દરમિયાન જ મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.