માજી સૈનિકોએ પડતર માંગણીઓને લઈને કર્યો વિરોધ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરુ થઈ ગયા છે. રાજકીય પાર્ટીઓ જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે વિવિધ શાખાના કર્મચારીઓ પણ પોતાની માંગોને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. આજ રોજ મોટા ચિલોડાથી ગાંધીનગર જતા માર્ગ પર મોટી સંખ્યામાં માજી સૈનિકો એકઠા થયા હતા.
માજી સૈનિકોએ પડતર માંગોને લઈને કર્યો વિરોધ#IndianArmy #Souldiers #Gandhinagar #chiloda #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/blXddEwXLg
— Hum Dekhenge News (@humdekhengenews) September 13, 2022
માજી સૈનિકોએ પોતાની વિવિધ માંગોને લઈને વિરોધ કર્યો હતો. તેમજ રસ્તા પર જ માજી સૈનિકોએ સુત્રોચ્ચાર કરી પોતાની માંગો પૂરી કરવા સરકારને અપીલ કરી હતી. સાથે જ તેઓ પોતાની માંગણીઓને રજુ કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા હતા. તેવામાં પોલીસે માજી સૈનિકોને આગળ વધતા રોકી અટકાયત કરી હતી
વિરોધ કરી રહેલા માજી સૈનિકોની પોલીસે કરી અટકાયત#GujaratPolice #Police #IndianArmy #Souldiers #Gandhinagar #chiloda #Gujarat #GujaratiNews #Humdekhengenews pic.twitter.com/z0qrxLuoc7
— Hum Dekhenge News (@humdekhengenews) September 13, 2022