ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પુર્વ PMના હત્યારાઓને પણ કરાયા માફ’, મહેબૂબા મુફ્તીએ યાસીન મલિકની સજા પર પુનર્વિચારની કરી માંગણી

Text To Speech

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ યાસીન મલિકના કેસની સમીક્ષાની માંગ કરી છે. તેમણે શનિવારે (27 મે) કહ્યું કે જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસિન મલિકના કેસની સમીક્ષા કરવી જોઈએ અને પુનર્વિચાર કરવો જોઈએ કારણ કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં વડાપ્રધાનના(સ્વ.રાજીવ ગાંધી) હત્યારાઓની પણ સજા માફ કરાઈ હતી.

યાસીન મલિકને ફાંસીની સજાની માંગ

NIAએ દિલ્હી હાઈકોર્ટને અલગતાવાદી નેતા યાસીન મલિકને ફાંસીની સજા આપવા વિનંતી કરી છે. જે બાદ મહેબૂબા મુફ્તીની આ ટિપ્પણી સામે આવી છે. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ અને જસ્ટિસ તલવંત સિંહની બેન્ચ સમક્ષ NIAની અરજી 29 મેના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે. મલિકને ગયા વર્ષે દિલ્હીની નીચલી અદાલતે ટેરર ​​ફંડિંગ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી.

‘સ્વ.પુર્વ PM રાજીવ ગાંધીના હત્યારાને પણ માફી અપાઈ હતી’

NIAએ શુક્રવારે કોર્ટમાં કહ્યું હતું કે આવા ખતરનાક આતંકવાદીને ફાંસીની સજા ન આપવાનું પરિણામ ન્યાય માટે સારું નહીં હોય. બીજી તરફ, મહેબૂબાએ ટ્વીટ કર્યું કે ભારત જેવા લોકતાંત્રિક દેશમાં, જ્યાં વડાપ્રધાન(સ્વ.પુર્વ PM રાજીવ ગાંધી)ના હત્યારાને પણ માફી આપવામાં આવે છે, તો યાસીન મલિક જેવા રાજકીય કેદીના કેસની સમીક્ષા અને પુનર્વિચાર થવો જોઈએ.

મહેબુબા મુફ્તીએ સાધ્યુ નિશાન

મહેબૂબા મુફ્તીએ તેમની પાર્ટીના પૂર્વ નેતા અલ્તાફ બુખારીની પણ ટીકા કરતા કહ્યું કે જે લોકો મલિકને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે, તે આપણા સામૂહિક અધિકારો માટે ગંભીર ખતરો છે. તેમની જ પાર્ટીના વડા બુખારીએ કહ્યું છે કે જે લોકો દેશની સુરક્ષા માટે જોખમ ઊભું કરવાનો પ્રયાસ કરે છે તેમની સામે વળતા પગલાં લેવા જ જોઈએ. આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે ન્યાય થાય અને જેઓ સુરક્ષા માટે જોખમ ઊભું કરે તેમની સામે કડક પગલાં લેવામાં આવે. આપને જણાવી દઈએ કે યાસિન મલિક પર કાશ્મીરી પંડિતોની હત્યાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચો: આ રાજ્યમાં 4 જૂન સુધી બંધ રહેશે માંસની દુકાનો! જાણો કારણ

Back to top button