પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક ટ્રાયલ કોર્ટે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે ઈમરાન વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી. પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.
તોશાખાના કેસમાં ઈમરાન ખાનને સજા
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઈસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે તોશાખાના કેસમાં ઈમરાનને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. અને સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે ઈમરાનની જમાન પાર્ક સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. કોર્ટના નિર્ણય બાદ ઇમરાનની રાજકીય કારકિર્દી મુશ્કેલીમાં છે. તે આગામી 5 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. ઈસ્લામાબાદ પોલીસે ઈમરાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં વાતાવરણ ગરમ થઈ શકે છે.
ઈમરાન ખાન પર શું હતો આરોપ
ઈમરાન ખાન પર 2018 થી 2022 દરમિયાન વડા પ્રધાન તરીકેના તેમના પદનો દુરુપયોગ કરવાનો અને સરકારી ભેટો ખરીદવા અને વેચવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરવાનો આરોપ હતો. આ ભેટો ઈમરાન ખાનને તેની વિદેશ યાત્રાઓ દરમિયાન મળી હતી અને તેની કિંમત 140 મિલિયન રૂપિયા ($635,000) કરતાં વધુ હતી. આ પછી, ટ્રાયલ કોર્ટે સુનાવણી કર્યા પછી, ઇમરાન ખાનને સંપત્તિ છુપાવવા અને સરકારી ભેટો વેચવાનો દોષી ઠેરવ્યો. જો કે, ઈમરાન ખાનના વકીલોએ પહેલા જ ટ્રાયલ કોર્ટના જજ દિલાવર હુમાયુ પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ફરી એકવાર હંગામો વધવાની સંભાવના છે.
આ પણ વાંચો : એક ઐતિહાસિક પહેલ: વડાપ્રધાન 6 ઓગસ્ટ દેશભરમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ
પાકિસ્તાનમાં હિંસાનો ડર વધી રહ્યો છે
આ પહેલા પણ 9 માર્ચે ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની અંદરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકો દ્વારા જબરદસ્ત હિંસા થઈ હતી. ઈમરાન ખાનના એક સમર્થકે કહ્યું કે ઈમરાન ખાનને રાજકીય કેસ (તોશાખાના કેસ)માં ત્રણ વર્ષની સજા કરવાનો ઈસ્લામાબાદ કોર્ટનો નિર્ણય અત્યંત નિંદનીય છે. કોઈ પુરાવા નથી. ખૂબ જ પક્ષપાતી નિર્ણય. પાકિસ્તાનની અદાલતો શક્તિશાળી સૈન્યના ભારે દબાણ હેઠળ કામ કરી રહી છે.
આ પણ વાંચો : ઇકો સિસ્ટમને સંતુલિત કરતી વન વિભાગની વધુ એક અનોખી પહેલ, ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ