ડીસાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન ગોવાભાઈ દેસાઈ જુથને ગુજરાત હાઈકોર્ટ નો ઝટકો
પાલનપુર: ડીસા એપીએમસીની ચૂંટણીમાં મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે ગોવાભાઈ દેસાઈ જુથના સમર્થકોની જુદી જુદી 14 મંડળીઓ દ્વારા ચૂંટણી અધિકારી બાદ ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. પરંતુ તપાસના અંતે આભાસી ધિરાણ એટલે કે ચૂંટણીલક્ષી ધિરાણ નીકળતા ગુજરાત હાઇકોર્ટે તમામ પીટીશન મેરીટના ધોરણે રદ કરતા હડકંપ મચી જવા પામ્યો છે.
ડીસા એપીએમસી ચૂંટણીમાં ચૂંટણીલક્ષી ધિરાણ મેળવી મતદાર બનવાનો પર્દાફાશ
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના સંચાલક મંડળની ચૂંટણી પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, ત્યારે ડીસા તાલુકાની કેટલીક મંડળીઓનો મતદાર યાદીમાં સમાવેશ થયો ન હોવાથી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી, પરંતુ તેઓની મંડળી દ્વારા નિયમો મુજબ ધિરાણ મેળવેલ ના હોય 14 જેટલી મંડળીઓને મતદાર યાદીમાં સમાવેશ થયો ન હતો.
ડીસાની જુદી જુદી 14 મંડળીઓ દ્વારા કરવામાં આવેલી પીટીશન ગુજરાત હાઈકોર્ટે રદ કરી
આથી મંડળીઓના વહીવટકર્તાઓ એ ચૂંટણી અધિકારીના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં 14 જેટલી પીટીશનો દાખલ કરવામાં આવી હતી. જે અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મંડળીઓના ધિરાણ બાબતે ચકાસણી કરતા જુદી જુદી બેંકોમાંથી આભાસી ધિરાણ (ચૂંટણીલક્ષી ધિરાણ) મેળવી દાખલ કરવા પ્રયત્ન કર્યો હતો.
ચૂંટણી અધિકારીના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાકલ થઈ હતી
જેથી ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયાધીશ એ બંને પક્ષના વકીલો અને સરકાર પક્ષે ચાલેલી દલીલોના અંતે મતદાર મંડળમાં દાખલ થવા માટે રજૂ થયેલી 14 પીટીશનો નામદાર કોર્ટ દ્વારા મેરીટના આધારે ડીસમીસ કરવાનો હુકમ કરવા જતાં અરજદાર મંડળીઓએ સદર પીટીશનો બિનશરતી પરત ખેચી લીધી હતી. જેથી ડીસાના પૂર્વ ધારાસભ્ય અને ડીસા એપીએમસી ના પૂર્વ ચેરમેન ગોવાભાઈ દેસાઈ જુથ ને મોટો ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચો :ભારત જોડો પછી રાહુલ ગાંધી વિપક્ષને જોડવા નીકળ્યા, હવે ઉદ્ધવ ઠાકરેને મળશે
પીટીશન દાખલ કરનાર અરજદારો
– કસનાજી રાણાજી આલ
– હિતેશભાઈ મોતીભાઈ રબારી
– કિરણભાઈ નાગજીભાઈ વાતમા
– રાહુલભાઈ રમેશભાઈ દેસાઈ
– મીટુભાઈ મગનભાઈ દેસાઈ
– ગણપતભાઈ ડાયાભાઈ દેસાઈ
– દશરથભાઈ લીલાભાઈ ભાગરા
– શીવાભાઈ જામાભાઈ ગળસોર
– ધવલભાઈ બાબુભાઈ દેસાઈ
– જીગરભાઈ પ્રભાતભાઈ દેસાઈ
– કમલેશભાઈ નાગજીભાઈ દેસાઈ
– બાબુભાઈ લીલાભાઈ ખટાણા
– સગથાભાઈ અમરતભાઈ દેસાઈ