ગુજરાતટ્રેન્ડિંગ

મોરબી પુલ દુર્ઘટના બાદ લોકો માટે દેવદૂત બન્યા EX MLA, પીડિતોને બચાવવા મચ્છુમાં કૂદી પડ્યા કાનાભાઈ

મોરબીઃ રવિવારનો દિવસ ગોઝારો બની રહ્યો. મોરબીની દુર્ઘટનાને પગલે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, અને આ મૃત્યુઆંક પણ સતત વધી જ રહ્યો છે. ત્યારે આ દુર્ઘટના સમયે અનેક લોકો સમયસર પહોંચી લોકોને બચાવવા પણ દોડ્યા હતા. સ્થાનિકોએ જ લોકોને બચાવતા મૃત્યુઆંક થોડો ઘટ્યો છે તે પણ એક હકિકત છે. ત્યારે બચાવવાની ટીમમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ નદીમાં કૂદી પડ્યા હતા.

મોરબીની દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીનો એક વીડિયો પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક જાહેર કર્યો હતો.

કોણ છે કાંતિ અમૃતિયા
કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં એક મધ્યમવર્ગીય પટેલ પરિવારમાં થયો હતો. મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ ચળવળમાં સામેલ હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

KANTI AMRUTIYA
કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન RSSમાં સ્વયંસેવક હતા. જે બાદ સક્રિય રાજકારણની શરૂઆત તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે કરી હતી.

કાંતિ અમૃતિયાની રાજકીય સફર
કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન RSSમાં સ્વયંસેવક હતા. જે બાદ સક્રિય રાજકારણની શરૂઆત તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે કરી હતી. કાંતિ અમૃતિયાના મામા અમુભાઈ આઘારા મતવિસ્તાર સ્તરે આગળ હતા.

જે બાદ વર્ષ 1995માં કાંતિભાઈએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ ડિસેમ્બર 2012માં કાંતિભાઈ 5મી વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. ત્યારથી 2013 સુધી તેઓ ધારાસભ્ય તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. મોરબી અને આસપાસના લોકો તેમણે કાનાભાઈના નામથી પણ ઓળખે છે. કાનાભાઈએ ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે પણ કામ કર્યું છે.

KANTI AMRUTIYA
જે બાદ વર્ષ 1995માં કાંતિભાઈએ મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ ડિસેમ્બર 2012માં કાંતિભાઈ 5મી વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.

 પહેલીવખત ચૂંટણી હાર્યા હતા
મોરબી જિલ્લાની બેઠકો પાટીદાર પ્રભુત્વના લીધે આમેય હાઇ પ્રોફાઇલ બની ગઇ હતી અને તેમાં મોટો સેટબેક એ આવ્યો કે ભાજપના કાંતિ અમૃતિયા કે જે સતત પાંચ ટર્મથી જીતતા આવ્યા હતા એ ભાજપની સિક્યોર્ડ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી અને કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ જીતનો ડંકો વગાડીને પહેલી વાર જીતનું ખાતું ખોલાવ્યું હતું.

પહેલાં આજીવન કેદ અને પછી નિર્દોષ જાહેર

KANTI AMRUTIYA
ભાજપના કાંતિ અમૃતિયા કે જે સતત પાંચ ટર્મથી જીતતા આવ્યા હતા એ ભાજપની સિક્યોર્ડ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી અને કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ જીતનો ડંકો વગાડીને પહેલી વાર જીતનું ખાતું ખોલાવ્યું હતું.

પ્રકાશ રવેશિયા ચકચારી મર્ડર કેસમાં કાંતિ અમૃતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા. 16 સપ્ટેમ્બર 1999ના રોજ ચાર વ્યક્તિએ મોરબીમાં જાહેરમાં પ્રકાશ રવેશિયાની તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી હત્યા કરી હતી. આ ઘટનાનો કેસ ગોંડલ કોર્ટમાં ચાલ્યો હતો અને 10 નજરે જોનાર સાક્ષી અને 170 બીજા સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા. ત્યારબાદ 2004માં ગોંડલ કોર્ટે કાંતિ અમૃતિયા સહિત સાત જણાને આજીવન કેદની સજા કરી હતી. ત્યારબાદ કાંતિ અમૃતિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી અને 26 ઓક્ટોબર 2007ના રોજ હાઈકોર્ટે કાંતિ અમૃતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા.

આચારસંહિતા ભંગની ફરિયાદમાં એક વર્ષની કેદની સજા
2009ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર વખતે મોરબીના તત્કાલીન ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તત્કાલીન અંજાર અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સામે મતદારોને લોભામણી જાહેરાત આપવા અંગે નોંધાયેલી આચારસંહિતા ભંગની ફરિયાદમાં મોરબી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ત્રણેયને એક વર્ષની કેદની સજા ફટકારી હતી. તથા રૂપિયા બે હજારનો દંડ ફટકાર્યો હતો. ચૂંટણી પ્રચાર વખતે કાંતિ અમૃતિયાએ જાહેર કર્યું હતું કે, મોરબીમાં જે વિસ્તારમાં ભાજપને વધુ મત મળશે ત્યાં 1.51 લાખનું ઇનામ આપશે.

Back to top button