ચૂંટણી 2024નેશનલ

નવીન પટનાયક ફરી CM ન બને તો રાજકારણ છોડી દેવાની પૂર્વ IASની જાહેરાત

Text To Speech

નવી દિલ્હી, 11 મે : બ્યુરોકેટ્સ એટલે કે સનદી અધિકારીમાંથી બીજેડી નેતા બનેલા વીકે પાંડિયને શુક્રવારે કહ્યું કે જો પાર્ટીના અધ્યક્ષ નવીન પટનાયક વિધાનસભા ચૂંટણી પછી સતત છઠ્ઠી વખત ઓડિશાના મુખ્યમંત્રી નહીં બને તો તેઓ રાજકારણ છોડી દેશે. પટનાયકના નજીકના સાથી પાંડિયને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને એવી જાહેરાત કરવા પડકાર ફેંક્યો હતો કે જો ભાજપ રાજ્યમાં સત્તામાં આવવામાં નિષ્ફળ જશે તો તેઓ પણ રાજકીય નિવૃત્તિ લેશે. ઉલ્લેખનીય છે કે, ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશામાં ભાજપનો ચહેરો છે.

પીટીઆઈ અનુસાર, પૂર્વ આઈએએસ અધિકારી પાંડિયને ઝારસુગુડા જિલ્લાના બ્રજરાજનગરમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું, તમે (ભાજપ) કહો છો કે ઓડિશામાં ભાજપની લહેર છે અને પરિવર્તનની લહેર છે, પરંતુ હું ભારપૂર્વક કહું છું કે જો મુખ્ય જો મંત્રી (પટનાયક) ફરીથી સીએમ નહીં બને તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈ જઈશ.

પટનાયક 2000 થી સતત ઓડિશાના મુખ્યમંત્રી

પાંડિયને દાવો કર્યો હતો કે ભાજપ તેમને પટનાયકના ચમચા કહે છે. તેમણે કહ્યું, પરંતુ તમે (ધર્મેન્દ્ર પ્રધાન) કેન્દ્રીય મંત્રી છો. જો તમારામાં હિંમત હોય તો જાહેરાત કરો કે જો ઓડિશામાં ભાજપ સત્તામાં નહીં આવે તો તમે રાજકારણમાંથી પણ સંન્યાસ લઈ લેશો. બીજેડી નેતાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના લોકો માટે શું કર્યું છે. પાંડિયને દાવો કર્યો કે બીજેપી નેતાએ 10 વર્ષ સુધી ઢેંકનાલથી ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો અને અંતે સંબલપુર ગયા.

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 મેના રોજ કહ્યું હતું કે 4 જૂન ઓડિશામાં બીજેડી સરકારની અંતિમ તારીખ છે અને ભાજપના મુખ્યમંત્રી 10 જૂને શપથ લેશે. પાંડિયને તરત જ વળતો પ્રહાર કર્યો અને દાવો કર્યો કે બીજેડી ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે ચૂંટણી જીતશે અને પટનાયક 9 જૂને સવારે 11.30 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યાની વચ્ચે શપથ લેશે.

Back to top button