ટ્રેન્ડિંગમનોરંજન

Ex-GF સોમી અલીએ સલમાન પર લગાવ્યા યૌન શોષણ થી લઈ વિવિધ ગંભીર આરોપ!

Text To Speech

સલમાનખાન પોતાની પર્સનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહ્યો છે. બોલીવુડના દબંગ ખાનને એક સમયે સોમી અલી સાથે પણ સંબંધો હતા. સોમી અલી અને સલમાનખાનના સંબંધો આઠ વર્ષ રહ્યા હતા. સલમાન ખાનના પ્રેમમાં સોમી દિવાની હતી. જોકે હવે તે દબંગ ખાન પર નિશાન સાધવાનો એકપણ મોકો છોડતી નથી. તેણે સલમાન પર મારપીટ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. તે સલમાને આપેલા દર્દને હવે ખુલીને દર્શાવી રહી છે. જોકે અચાનક સલમાન માટે થઇ રહેલા આવા ખુલાસાઓને કેટલાક લોકો તેની લાઇમલાઇટમાં રહેવાની ચાહના પણ ગણાવી રહ્યા છે.

Ex-GF સોમી અલીએ સલમાન પર લગાવ્યા યૌન શોષણ થી લઈ વિવિધ ગંભીર આરોપ! hum dekhenge news

સોમીના જણાવ્યા અનુસાર તેની જિંદગીમાં ટ્રેજેડીની શરૂઆત બાળપણથી થઇ હતી. સોમીની તાજેતરની ઇન્સ્ટા પોસ્ટમાં તેણે પોતાની લાઇફમાં એ પળોનો ઉલ્લેખ કર્યો, જેણે તેને સૌથી વધુ દર્દ આપ્યો. તેણે કહ્યુ કે તે એ ઘરમાં ઉછરી જ્યાં ઘરેલુ હિંસા થતી હતી. પાંચ વર્ષની ઉંમરમાં તેનું જાતીય શોષણ થયુ. ત્યારબાદ નવ વર્ષની ઉંમરે પાકિસ્તાનમાં તેના ઘરના નોકરે તેનું જાતીય શોષણ કર્યુ. સૌથી ચોંકાવનારી ઘટના 14 વર્ષની ઉંમરમાં તેની સાથે બની. સોમી અલી સાથે યુએસમાં રેપ થયો હતો. આ બધી ઘટનાઓએ તેને સાવ ભાંગી નાંખી હતી.

…છતાં લાઇફમાં આગળ વધી, પરંતુ…

આ બધુ થવા છતાં સોમી અલી પોતાની લાઇફમાં આગળ વધી. તે સલમાન ખાનના પ્રેમમાં પડી અને ભારત આવી ગઇ. સોમીએ સલમાન ખાન પર મારપીટ અને ગાળો બોલવાના આક્ષેપ કર્યા છે. સોમીના જણાવ્યા મુજબ સલમાન તેને સિગારેટના ડામ આપતો હતો. તેને દર્દમાં જોઇને સલમાનને આનંદ આવતો હતો.

Ex-GF સોમી અલીએ સલમાન પર લગાવ્યા યૌન શોષણ થી લઈ વિવિધ ગંભીર આરોપ! hum dekhenge news

સલમાન વિશે પોસ્ટમાં શું લખ્યુ છે?

સોમીએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે જ્યારે હું મુંબઇમાં રહેતી હતી ત્યારે મારો નોકર જાણતો હતો કે મારી મારપીટ થઇ રહી છે. મારી મેડ નઝમાએ મને રોતી જોઇને દરવાજો ખોલવાની વિનંતી કરી હતી. સલમાન ખાનને મને ન મારવાની વિનંતી કરી. મારપીટ બાદ મારા ચહેરા પર નિશાનને મેકઅપથી છુપાવવા પડતા હચા. હું ઘણુ બધુ ફાઉન્ડેશન લગાવતી હતી, જેથી કોઇ ડાધ જોઇ ન જાય. સલમાન મારુ અપમાન કરતો. તેના મિત્રો સામે અને પબ્લિકમાં મને નીચું જોવડાવવાની કોશિશ કરતો હતો. સલમાને તેના પાવરનો ખોટો ઉપયોગ કર્યો. સોમીએ દબંગ ખાનને અભિમાની ગણાવ્યો છે.

આ પણ વાંચોઃ ત્રણ વર્ષ પછી ચીન પોતાની તમામ સરહદો હોંગકોંગના લોકો માટે ખુલ્લી મુકશે

Back to top button