ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણે કર્યા રામલલ્લાના દર્શન, સરયુ ઘાટ પર કરી આરતી

Text To Speech

અયોધ્યા, તા.15 માર્ચ, 2025: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ વીવીએસ લક્ષ્મણ શનિવારે તેમના માતા-પિતા, મોટા ભાઈ, પત્ની અને બાળકો સાથે રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા હતા. તેઓ રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયને મળ્યા. જ્યાં રામ લલ્લાની મૂર્તિ અને મંદિરનું મોડેલ અર્પણ કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

ચંપત રાયે વીવીએસ લક્ષ્મણ અને તેમના પરિવારને મંદિરના નિર્માણ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપી. તેમણે એમ પણ કહ્યું કે 70 એકરના મંદિર સંકુલમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 36 સ્થળો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, મંદિર પાસે પાણી અને ગટરની પોતાની વ્યવસ્થા છે.

ચંપત રાયે વીવીએસ લક્ષ્મણને ભક્તો માટે કરવામાં આવેલી અન્ય સુવિધાઓ વિશે પણ જણાવ્યું. આ પછી વીવીએસ લક્ષ્મણે સાંજે અયોધ્યામાં તેમની માતા સત્યભામાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ તેમણે પરિવાર સાથે રામલલાની આરતીમાં પણ ભાગ લીધો. જે બાદ સરયુ આરતી પણ કરી હતી.


લક્ષ્મણની કેવી છે કરિયર

વીવીએસ લક્ષ્મણે ભારત તરફથી 134 ટેસ્ટમાં 8781 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 281 રન છે. તેણે 17 સદી અને 56 અડધી સદી ફટકારી છે. જ્યારે 86 વન ડેમા 2338 રન ફટકાર્યા છે. વન ડેમાં તેણે 6 સદી અને 10 અડધી સદી ફટકારી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 281 રનની રમેલી ઈનિંગ આજે પણ ક્રિકેટ ચાહકો ભૂલ્યા નથી.

આ પણ વાંચોઃ VIDEO: ‘મને ડંડાથી માર્યો હતો, 7 દિવસ જેલનું ભોજન ખાધુંઃ’ અમિત શાહ

Back to top button