ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કલમ 370, રામ મંદિરને લઈ શું પૂર્વ CJI ડીવાય ચંદ્રચૂડ પર કોઈ દબાણ હતું? જાણો શું કહ્યું

નવી દિલ્હી, તા.27 નવેમ્બર, 2024: ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ કહ્યું છે કે નિવૃત્ત ન્યાયાધીશોને રાજકારણમાં આવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમનું માનવું છે કે નિવૃત્તિ પછી પણ ન્યાયાધીશોને કાયદાના સંરક્ષક માનવામાં આવે છે. તેથી, તેઓએ એવું કંઈ પણ ન કરવું જોઈએ જે ન્યાયિક પ્રણાલીની નિષ્પક્ષતા પર સવાલ ઊભો કરે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે પોડકાસ્ટમાં, ભૂતપૂર્વ સીજેઆઈએ કલમ 370, અયોધ્યા રામમંદિર અને ચૂંટણી બોન્ડ અંગેના ચુકાદાને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, ન્યાયાધીશ માટે કોઈ પણ મુદ્દો મોટો કે નાનો હોતો નથી. હકીકતો અને કાયદાના આધારે કેસનું મૂલ્યાંકન કરવાનો અદાલતનો માત્ર એક જ પ્રયાસ છે. આ પહેલીવાર છે જ્યારે સુપ્રીમ કોર્ટ અયોધ્યા રામ મંદિર મામલે સુનાવણી કરી રહી છે.

કયા આધારે નિર્ણયો લેવાયા?

ડીવાય ચંદ્રચુડે વધુમાં જણાવ્યું, અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપ્યો હતો. હવે પ્રથમ અપીલમાં કેવી રીતે નિર્ણય લેવો? આવા કિસ્સાઓમાં, સિદ્ધાંતો પહેલેથી જ સેટ કરવામાં આવે છે.આ સિદ્ધાંતો માત્ર વર્તમાન જ નહીં પરંતુ આઝાદી પૂર્વેના પણ છે. આવા કિસ્સાઓમાં, વિવાદમાં પક્ષકારનો દાવો અને કેસમાં પુરાવા જોવા જોઈએ. એવું નથી કે આ સિદ્ધાંતો એક કે બે કેસો માટે છે. આ તમામ કિસ્સાઓમાં લાગુ પડે છે. પછી તે નોકરી હોય કે નિવૃત્તિ. એ જ સિદ્ધાંત અહીં લાગુ પડે છે. કલમ 370, ચૂંટણી બોન્ડ અથવા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેસને જૂઓ, દરેક કેસમાં સમાન સિદ્ધાંતો લાગુ કરવામાં આવ્યા છે. ન્યાયિક પ્રક્રિયામાં સૌથી મોટા સિદ્ધાંતોમાંથી એક એ છે કે તમે રાતોરાત ફેરફારો ન કરો.

જસ્ટિસ ચંદ્રચુડે પોસ્ટકાડમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો પણ જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યું હતું કે હવે વિપક્ષે પણ ન્યાયતંત્રનું કામ કરવું પડશે. પૂર્વ સીજેઆઈએ કહ્યું કે ન્યાયતંત્ર કાયદાની સમીક્ષા માટે છે અને લોકશાહીમાં રાજકીય વિપક્ષનું અલગ સ્થાન છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં કહ્યું હતું, અમે મીડિયા, તપાસ એજન્સીઓ અને ન્યાયતંત્ર વતી એકલા કામ કરી રહ્યા છીએ. આ ભારતની વાસ્તવિકતા છે. જ્યારે એએનઆઈ પોડકાસ્ટમાં પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, હું વિપક્ષના નેતા સાથે આ મુદ્દે ચર્ચા કરવા માંગતો નથી. કારણ કે અમે અહીં આ વિષય પર વાત કરવા નથી આવ્યા. પરંતુ હું કહેવા માંગુ છું કે લોકોએ એવું ન માનવું જોઈએ કે ન્યાયતંત્રએ સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓમાં વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ. ઘણીવાર એવી ખોટી ધારણા હોય છે કે ન્યાયતંત્રએ વિધાનસભાઓમાં વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ, જે સાચું નથી. અમે અહીં કાયદાની તપાસ કરવા આવ્યા છીએ.

પીએમ મોદી સાથે મુલાકાત પર શું કહ્યું ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કેવી રીતે વાતચીત કરે છે તે અંગે પૂછવામાં આવતા, ભૂતપૂર્વ સીજેઆઈએ કહ્યું, “એક માણસ તરીકે, કેટલીક સત્તાવાર બેઠકો દરમિયાન મળવું સ્વાભાવિક છે.” એવા પ્રસંગો પણ આવે છે જ્યારે તમે વિપક્ષના નેતા સાથે પણ વાતચીત કરો છો. ઉદાહરણ તરીકે, તમે જાણો છો, આપણા ઘણા કાયદાઓ માટે જરૂરી છે કે કોઈ ચોક્કસ પદ પર નિમણૂક માટે પસંદગી સમિતિમાં પ્રધાનમંત્રી, ભારતના મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતાનો સમાવેશ થવો જોઈએ. હવે, તમે જાણો છો, તમારે શું ચર્ચા કરવાની છે તેની ચર્ચા કરો અને તમે તમારા નિષ્કર્ષ પર આવો. જ્યારે તમે તે તારણો પર પહોંચો છો, ત્યારે તમે મનુષ્ય છો, ખરું ને? તે પછી તમે 10 મિનિટ ચા સાથે પસાર કરશો, ક્રિકેટથી લઈને ફિલ્મો સુધીની દરેક બાબત વિશે વાત કરશો.

ન્યાયત્રમાં સર્વસંમતિ હોવી જોઈએ

પૂર્વ સીજેઆઈ ચંદ્રચુડે એ પણ સ્વીકાર્યું હતું કે ન્યાયાધીશો પણ નાગરિકો છે અને અન્ય કોઈપણ નાગરિક જેટલા જ અધિકારો ધરાવે છે. પરંતુ સમાજ તેમની પાસેથી ઉચ્ચ સ્તરના વર્તનની અપેક્ષા રાખે છે. તેમણે સૂચવ્યું હતું કે શું સ્વીકાર્ય છે અને શું નથી તે અંગે ન્યાયતંત્રમાં સર્વસંમતિ હોવી જોઈએ. તેમણે કહ્યું, આ સમજૂતી હજુ સુધી થઈ નથી. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે વર્તમાન ન્યાયાધીશો, નિવૃત્ત ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને નિવૃત્ત ન્યાયાધીશો માટે શું કરવું યોગ્ય રહેશે તે નક્કી કરી શકે છે.

આ પણ વાંચોઃ ઈઝરાયેલે લેબનોન યુદ્ધવિરામ પર સહમતિ વ્યક્ત કરી,  નેતન્યાહુએ આપ્યા 3 કારણ

Back to top button