પ્રેમમાં બધું ચાલે..! 80 વર્ષના દાદા લાવ્યા 23 વર્ષની દુલ્હન: જાણો મજ્જાની કહાની
- યુવતીને દાદાની બુદ્ધિ પસંદ આવી તો દાદાને યુવતીની સુંદરતા
HD ન્યૂઝ ડેસ્ક, 14 જૂન,કહેવાય છે કે પ્રેમમાં માણસને કંઈ દેખાતું નથી, ન જાતિ-ધર્મ, ન અમીર-ગરીબી હવે તો ઉંમરનું પણ કોઈ ખાસ નિયંત્રણ નથી. આમ છતાં કેટલાક એવા સંબંધો સામે આવે છે, જેને જોયા પછી સમજાતું નથી કે તેને પ્રેમ કહેવું કે બીજું કંઈક. આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે. જ્યાં 80 વર્ષના દાદા 23 વર્ષની દુલ્હન લાવ્યા છે. આ તસવીરો જોઈને ભલભલા હચમચી ગયા છે. અંહિયા ચીનના વૃદ્ધાશ્રમમાં કામ કરતી યુવતીને 80 વર્ષના દાદા જોડે પ્રેમ થઈ ગયો અને ઘરના લોકોની મરજી વિરુદ્ધ લગ્ન પણ કરી લીધા છે.
કેવી છે પ્રેમ કહાની?
આ લવ સ્ટોરી ચીનના હેબેઈ પ્રાંતની છે. વાસ્તવમાં, અહીં રહેતી 23 વર્ષની છોકરીને એક 80 વર્ષના વૃદ્ધ સાથે પ્રેમ થઈ ગયો છે, જેની મુલાકાત તે નર્સિંગ હોમમાં થઈ હતી. ચીનમાં આ વિચિત્ર લવસ્ટોરી ચર્ચાનો વિષય બની છે. માહિતી અનુસાર, હેબેઈ પ્રાંતમાં એક નિવૃત્તિ ગૃહમાં સ્વયંસેવક તરીકે કામ કરતી વખતે છોકરીની મુલાકાત 80 વર્ષીય વ્યક્તિ સાથે થઈ હતી અને બંને ટૂંક સમયમાં મિત્રો બની ગયા હતા અને એકબીજા સાથે વાત કરતા તેમને ખબર પડી હતી કે તેમના ઘણા શોખ છે બંનેને સમાન પ્રવૃત્તિઓમાં રસ હતો. છે કે ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને તેમની મિત્રતાએ અલગ રૂપ લીધું. બંનેની અંદર એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી જન્મી હતી. છોકરીએ કહ્યું કે તે વૃદ્ધ પુરુષની પરિપક્વતા, સ્થિરતા અને બુદ્ધિમત્તાથી આકર્ષિત થઈ હતી, જ્યારે વૃદ્ધ વ્યક્તિ છોકરીની દયા અને તેની સુંદરતાથી પ્રભાવિત થયો હતો.
લગ્ન કરવા માટે માતાપિતાને છોડી દીધા
યુવતીએ તેના દાદાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાનો મામલો ઉઠાવ્યો ત્યારે પરિવાર લગભગ ચોંકી ગયા હતા. તેમણે તેનો વિરોધ કર્યો, પરંતુ તે અલગ વાત છે કે યુવતી પર તેની કોઈ અસર થઈ નથી. તેણીએ તેના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા અને આખરે તેની ઉંમરથી લગભગ ચાર ગણી વધુ ઉંમરના પુરુષ સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્ન સાદા સમારંભમાં થયા હતા, પરંતુ તેમના પરિવારમાંથી કોઈ આવ્યું ન હતું. આ બંનેના નામ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
આ પણ વાંચો..ઉંદર-બિલ્લી રમ્યા સંતાકૂકડી, અને પછી શું થયું? જૂઓ વીડિયો