લીમડાના ઝાડ ઉપર કેરીઓ જોઈ બધા થઈ ગયા આશ્ચર્યચકિત, ક્યાં જોવા મળ્યો આ નજારો?
- મધ્યપ્રદેશના મંત્રીનો બંગલો ચર્ચામાં
- મંત્રીના બંગલે લીમડાના ઝાડ પર આવે છે રસીલી કેરીઓ
ભોપાલ, 26 મે: તમે આ કહેવત તો સાંભળી જ હશે કે, ‘બાવળનું ઝાડ વાવશો તો કેરી ક્યાંથી મળશે’? મતલબ કે બાવળનું ઝાડ કેરીનું ફળ આપી શકતું નથી. પરંતુ મધ્યપ્રદેશના ભોપાલમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે. અહીં કેરીના ફળ બાવળના ઝાડમાં નહીં, લીમડાના ઝાડમાં જોવા મળ્યા છે. મધ્યપ્રદેશના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ પટેલનો બંગલો આ કારણે ચર્ચામાં છે. અહીં લીમડાનું ઝાડ છે. પરંતુ તેના પર કેરીના ફળ છે. શનિવારે જ્યારે મંત્રીએ આ ઝાડ જોયું તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે પોતે જ આ ઝાડનો ફોટો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, ત્યારપછી આ ઝાડની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી હતી.
મંત્રી પ્રહલાદ પટેલનું નિવાસસ્થાન ભોપાલની પ્રોફેસર કોલોની પાસે સિવિલ લાઇનમાં બી-7 બંગલામાં છે. તેમના બંગલાની આસપાસ મોટી સંખ્યામાં વૃક્ષો અને હરિયાળી પથરાયેલી છે. લીમડાનું વૃક્ષ પણ આમાંથી એક છે. જેના પર કેરીઓ જોવો મળી છે. હાલમાં આ બંગલામાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન શનિવારે પ્રહલાદ પટેલ બંગલાની તપાસ કરવા આવ્યા હતા. વૃક્ષો અને છોડનો સંગ્રહ કરતી વખતે તેની નજર આ ઝાડ પર પડી અને તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
લીમડાનું ઝાડ લગભગ 30 વર્ષ જૂનું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર વીડિયો શેર કરતા તેમણે લખ્યું – જ્યારે મેં નજીક જઈને ભોપાલ સ્થિત લીમડાના ઝાડ પર કેરીના ફળ જોયા તો મને આનંદ થયો. કેટલાક કુશળ માળીએ વર્ષો પહેલા આ પ્રયોગ કર્યો હશે, જે આશ્ચર્યથી ઓછો નથી. આ વૃક્ષ લગભગ 30 વર્ષ જૂનું હોવાનો અંદાજ છે.
आज भोपाल निवास पर नीम के वृक्ष पर आम के फल देखकर नज़दीक जाकर देखा तो मन गदगद हो गया ।किसी हुनरमंद बागवान ने वर्षों पहले यह प्रयोग किया होगा जो अचंभे से कम नहीं है । pic.twitter.com/TmZ2I0rfjT
— Prahlad Singh Patel (मोदी का परिवार) (@prahladspatel) May 24, 2024
આ છે B-7 બંગલાનો ઈતિહાસ
આ બંગલો આ વર્ષે પ્રહલાદ પટેલને ફાળવવામાં આવ્યો છે. અગાઉ શિવરાજ સરકારમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી ઓમપ્રકાશ સકલેચા આ બંગલામાં રહેતા હતા. મુખ્યમંત્રીના આવાસ પછી આ બંગલો તમામ મંત્રીઓ અને સરકારી બંગલાઓમાં સૌથી મોટો છે. આ બંગલામાં એક સમયે મુખ્યમંત્રીનું કાર્યાલય પણ હતું.
પીસી સેઠી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અહીં રહેતા હતા. આ સિવાય તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શિવભાનુ સિંહ સોલંકી અને સુભાષ યાદવનું પણ નિવાસસ્થાન હતું. તે પછી આ બંગલો લાંબા સમય સુધી ખાલી રહ્યો હતો. 2018માં જ્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે આ બંગલો પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ફાળવવામાં આવ્યો હતો, જોકે તેઓ અહીં શિફ્ટ થવાને બદલે તેમના જૂના આવાસ 74 નંબરના બંગલામાં રહ્યા હતા.
આ પણ વાંચો: ભારતીય મોબાઈલ નંબર દ્વારા થતી છેતરપિંડી રોકવા સરકારે જારી કર્યા નિર્દેશ