- તાજેતરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે
- નવજાત બાળક 60NG/ML નિકોટીન લેવલ સાથે જન્મ્યો
- બાળક શ્વાસ પણ લેતુ ન હતું, માત્ર તેનુ હૃદય ઘબકતુ હતું
ગુજરાતના મહેસાણા શહેરમાં મહિલાએ ભૂરા કલરના બાળકને જન્મ આપતાં સૌ કોઈ ચોંકી ગયા હતા. જેમાં નવજાત બાળક 60NG/ML નિકોટીન લેવલ સાથે જન્મ્યો હતો. તેથી મહેસાણા જિલ્લામાં જન્મેલા બાળકની અમદાવાદ સારવાર કરવામાં આવી રહી છે. તેમજ સારવાર બાદ બાળકની સ્થિતિમાં સુધાર આવ્યો છે.
આ પણ વાંચો: આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો કયા શહેરમાં પડશે સાંબેલાધાર મેઘ
નવજાત બાળક 60NG/ML નિકોટીન લેવલ સાથે જન્મ્યો
ગુજરાતમાં તાજેતરમાંજ એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાઓમાં નશીલા પદાર્થનું સેવન જન્મતા નવજાત બાળક માટે જોખમી પુરવાર થયું છે. તાજેતરમાં જ એક નવજાત બાળક 60NG/ML નિકોટીન લેવલ સાથે જનમ્યો છે. જેનાથી હોસ્પિટલના ડૉક્ટરો પણ ચોંકી ગયા છે. આ ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી જ્યાં બાળક જન્મતાની સાથે જ રડ્યો નહોતો જેના કારણે બાળક વાદળી રંગનો થઈ ગયો. જે માટે તપાસ દરમિયાન એવું કારણ સામે આવ્યું કે બાળકની માતાને તમાકુનુ વ્યસન હતું. તેથી બાળકના શરીરમાં સામાન્ય માણસ કરતા 20 ગણું નિકોટીન પ્રસરી ગયુ હતું, જેમાં નવજાત બાળક 60NG/ML નિકોટીન લેવલ સાથે જનમ્યો જેથી બાળકનો રંગ આવો નીકળ્યો હતો. હાલ આ બાળક અમદાવાદમાં સારવાર હેઠળ છે.
બાળક શ્વાસ પણ લેતુ ન હતું, માત્ર તેનુ હૃદય ઘબકતુ હતું
જોકે, વિચિત્ર બાબત તો એ છે કે, આ બાળક જન્મતાની સાથે રડ્યુ પણ ન હતું કે, તે શ્વાસ પણ લેતુ ન હતું. માત્ર તેનુ હૃદય ઘબકતુ હતું. જેથી હાલ બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યું છે. રોજ 20 પડીકીનું સેવન કરતી મહિલાએ મહેસાણામાં ભૂરા કલરના બાળકને જન્મ આપતાં સૌ કોઈ ચોંકી ગયા છે. 19 જૂને જન્મેલા ભૂરા કલરના બાળકની આંખો બંધ હતી અને બાળક ના રડતાં તબીબોની ચિંતા વધી ગઈ હતી. બાળકનું હૃદય ચાલતું હોવાને કારણે ડોક્ટરોએ બાળકને જન્મતાની સાથે જ પીડિયાટ્રિક હોસ્પિટલમાં મોકલ્યું હતું. બાળક જન્મતા સાથે રડયું નહીં એટલે તબીબોએ બર્થ એઝપેકઝીયા સમજીને સારવાર શરૂ કરી હતી. મહેસાણાની પીડિયાટ્રિક હોસ્પિટલમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, પરંતુ બાળકના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ના થયો. અંતે ભૂરા કલરમાં જન્મેલા બાળકને અમદાવાદના મોડેલ બિઝનેસ પાર્કમાં આવેલા અર્પણ ચાઈલ્ડ કેરમાં ખસેડવામાં આવ્યું છે.