ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હેલ્ધી લાઇફ જીવવા માટે દરેક વ્યક્તિ ખાસ કરાવે આ ટેસ્ટ

Text To Speech
  • 40 વર્ષની ઉંમર બાદ ફરજિયાત કેટલાક ટેસ્ટ કરાવવા જોઇએ. 
  • એડવાન્સમાં ટેસ્ટ કરાવવાથી તમે અનેક બિમારીઓથી બચી શકો છો. 
  • પહેલેથી એલર્ટ થઇ જશો તો પાછળથી તકલીફો નહીં આવે. 

આજના સમયમાં કોને અને ક્યારે આરોગ્યને લગતી સમસ્યા આવે તે ખ્યાલ આવી શકતો નથી. તેનાથી બચવા માટે તમારે કેટલાક હેલ્થ સ્ક્રીનિંગ ટેસ્ટ જરૂર કરાવવા જોઇએ. જેથી બિમારી આવતા પહેલા અથવા તે નાના સ્વરૂપે હોય તે પહેલા તમે એલર્ટ થઇ જાવ. કેટલાક ટેસ્ટ એવા છે જે તમારે 40 વર્ષ બાદ જરૂરથી કરાવવા જોઇએ.

કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ

કમપ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ જરૂર કરાવો. તેનાથી તમને એનીમિયા સહિત લોહી સાથે જોડાયેલા કોઇ પણ ઇન્ફેક્શનની જાણ થશે. આ ટેસ્ટથી વધેલુ હીમોગ્લોબિન,લ્યુકેમિયા ઇમ્યુન થ્રોંબોસાઇટોપેનિયા જેવી સ્થિતિઓ સામે આવી જાય છે અને જલ્દી ઇલાજમાં મદદ મળે છે.

યુરિન ટેસ્ટ

યુરિન ટેસ્ટ કરાવવો પણ જરૂરી હોય છે. તેનાથી યુરિનમાં રક્ત અને પ્રોટીનની ઉપસ્થિતિથી કિડનીની બિમારીઓનું ઝડપથી નિદાન કરવામાં મદદ મળે છે.

હેલ્ધી લાઇફ જીવવા માટે દરેક વ્યક્તિ ખાસ કરાવે આ ટેસ્ટ hum dekhenge news

વિટામીન ડી અને બી12નો ટેસ્ટ

વિટામીન ડી અને બી-12નો ટેસ્ટ કરાવવો ખૂબ જરૂરી છે, તેના કારણે શરીર સાથે જોડાયેલી અનેક પરેશાનીની જાણ થાય છે અને તેનું તાત્કાલિક નિદાન કરી શકાય છે.

મેમોગ્રામ ટેસ્ટ

મેમોગ્રામ ટેસ્ટ એક એવો ટેસ્ટ છે જેનાથી બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના સ્ટેજની જાણ થાય છે અને તમે ખૂબ જલ્દી તેનો ઇલાજ કરાવી શકો છો.

હેલ્ધી લાઇફ જીવવા માટે દરેક વ્યક્તિ ખાસ કરાવે આ ટેસ્ટ hum dekhenge news hum dekhenge news

પેપ સ્મિયર ટેસ્ટ

પેપ સ્મિયર ટેસ્ટ કરાવવો પણ ખૂબ જરૂરી છે, તેના પરથી સર્વાઇકલ કેન્સરની જાણ થાય છે અને બિમારીનો અગાઉના સ્ટેજ પર જ ઇલાજ થઇ શકે છે.

લિવર ઇન્ફેક્શન ટેસ્ટ

લિવર ઇન્ફેક્શન ટેસ્ટ કરાવવો પણ ખૂબ જરૂરી છે. તેનાથી ફેટી લિવર, સિરોસિસ જેવી સમસ્યાઓની જાણ થાય છે.

રેનલ પ્રોફાઇલ

રેનલ પ્રોફાઇલ કરાવવો પણ જરૂરી છે. તેના લીધે ડાયાબિટીસ હાઇપરસેન્સિટિવ લોકોમાં કિડનીની બિમારીની જાણ થઇ શકે છે. વૃદ્ધોમાં આ ટેસ્ટથી સોડિયમ લેવલ ઘટ્યાની પણ જાણ થાય છે.

હેલ્ધી લાઇફ જીવવા માટે દરેક વ્યક્તિ ખાસ કરાવે આ ટેસ્ટ hum dekhenge news

લિપિડ પ્રોફાઇલ

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે લિપિડ પ્રોફાઇલ કરાવવો ખૂબ જરૂરી છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલની જાણ થાય છે અને તમે દિલની બિમારીઓથી બચી શકો છો.

આ પણ વાંચોઃ વિવેક અગ્નિહોત્રીએ ફરી ફિલ્મ ઉદ્યોગમાં કોહરામ મચાવ્યો, ફિલ્મફેર એવોર્ડ્સ લઈને આપી દીધું મોટું નિવેદન

Back to top button