ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી: મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈઝ અ હીરો’

  • ઓસ્કાર 2024ને લઈ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોટી જાહેરાત
  • મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈઝ એ હીરો’ની ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી
  • લગાન પછી કોઈપણ ભારતીય એન્ટ્રીને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નથી મળ્યું નોમિનેશન

ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત તરફથી ઓસ્કાર 2024 માટે મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈઝ એ હીરો’ની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે મે માસમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘2018’ 100 કરોડની કમાણી કરનારી સૌથી ઝડપી મલયાલમ ફિલ્મ છે. ફિલ્મ ‘2018 એવરીવન ઇન અ હીરો’ વર્ષ 2018માં કેરળમાં આવેલા પૂરની આત્માને હચમચાવી દે તેવી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રકૃતિ પર માનવીની જીત દર્શાવવામાં આવી છે. લગાન પછી કોઈપણ ભારતીય એન્ટ્રીને ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી નથી.

ઓસ્કાર 2018માં કઇ કેટેગરી માટે કરશે સ્પર્ધા

‘2018- એવરીવન ઈઝ એ હીરો’ ફિલ્મ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ માટે સ્પર્ધા કરશે. આ કેટેગરીને અગાઉ બેસ્ટ ફોરેન ફિલ્મનો ખિતાબ આપવામાં આવ્યો હતો. વાત કરીએ તો 2002માં લગાન પછીથી, કોઈપણ ભારતીય એન્ટ્રીને ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી નથી. આ પહેલાં, માત્ર બે અન્ય ફિલ્મો અંતિમ પાંચમાં સ્થાન મેળવી શકી છે જેમાં નરગીસ અભિનીત મધર ઈન્ડિયા, અને મીરા નાયરની સલામ બોમ્બેનો સમાવેશ થાય છે. 2023માં રિલીઝ થયેલી ફિલ્મો માટે 96મો ઓસ્કાર 10 માર્ચ, 2024ના રોજ લોસ એન્જલસમાં યોજાશે. ઓસ્કાર 2024 માટે મલયાલમ ફિલ્મ ‘2018- એવરીવન ઈસ એ હીરો’ પસંદ કરતા પહેલા, ધ કેરળ સ્ટોરી (હિન્દી), રોકી ઔર રાની કી પ્રેમ કહાની, શ્રીમતી ચેટર્જી વિ. નોર્વે (હિન્દી), બાલાગામ (તેલુગુ), વાલવી (મરાઠી), બાપલ્યોક (મરાઠી)નો સમાવેશ થાય છે. અંતે, ‘2018-એવરીવન ઇન અ હીરો’ જીતી ગઈ અને તેને ઓસ્કાર 2024માં ભારત તરફથી સત્તાવાર પ્રવેશ મળ્યો.

‘2018- એવરીવન ઈઝ એ હીરો’ સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ

‘2018- એવરીવન ઈસ એ હીરો’ ફિલ્મને જુડ એન્થોની જોસેફ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ટોવિનો થોમસ, કુનચાકો બોબન, આસિફ અલી, વિનીથ શ્રીનિવાસન, નારાયણ અને લાલે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ‘2018- એવરીવન ઈસ એ હીરો’ ફિલ્મ આ વર્ષે મે મહિનામાં રિલીઝ થઈ હતી અને તેને વિવેચકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. તે બોક્સ ઓફિસ પર પણ હિટ રહી હતી. તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ છે અને આ વર્ષે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક છે.

આ પણ જુઓ:Tiger 3નું ટીઝર રિલીઝ, સલમાન ખાનની ધાંસૂ એક્શન સિકવન્સ જોઈ ફેન્સ ખુશ

Back to top button