પરિવારમાં બધા રહેશે સ્વસ્થઃ વાસ્તુના આ ઉપાયો અજમાવો

- વાસ્તુના કેટલાક ઉપાયો અજમાવવાથી સ્વાસ્થ્ય સારુ રહેશે
- મુખ્ય દ્વાર તુટેલુ ફુટેલુ ન રાખો, તે વાસ્તુદોષ આપશે
- ઘરના સેન્ટરમાં કોઇ ભારે વસ્તુ ન રાખો
આપણે જાણીએ જ છીએ કે હેલ્થ ઇઝ વેલ્થ. જો તમારુ આરોગ્ય સારુ હશે તો તમે દરેક વસ્તુઓ મેળવી શકશો, પરંતુ જો તમારુ આરોગ્ય સારુ નહીં હોય તો તમારે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડશે. ક્યારેક ક્યારેક ઘરનો વાસ્તુ દોષ પણ આ બાબતોનું કારણ હોઇ શકે છે. ઘરમાં કોઇ વ્યક્તિનું બીમાર પડવુ, કોઇને કોઇનું બીમાર રહેવુ, પરિવારમાં લડાઇ-ઝઘડા થવા, આ બધી વાસ્તુ દોષની નિશાની છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવાયા છે જે અજમાવવાથી ઘરના લોકોનું સ્વાસ્થ્ય સારુ રહેશે અને પરિવારમાં ખુશનુમા વાતાવરણ પણ રહેશે.
વાસ્તુમાં અનિવાર્ય છે આ વસ્તુ
તમારા ઘરનું મુખ્ય દ્વાર તુટેલુ ફુટેલુ ન હોવુ જોઇએ. કોઇ પણ પ્રકારની ખરાબી હોય તો તેને જલ્દી યોગ્ય કરાવી લેવી તે અનિવાર્ય માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેનાથી ઘરના સભ્યો પર નકારાત્મક અસર પડે છે. ઘરમાં લડાઇ ઝઘડા થાય છે. તેથી તમારા મુખ્ય દ્વારને યોગ્ય રાખો.
આ સ્થાન પર ભારે સામાન ન રાખો
ઘરના સેન્ટરમાં ક્યારેય પણ ભારે વજનનો સામાન કે ફર્નિચર ન રાખવુ જોઇએ. વાસ્તુના આ સ્થાનને બ્રહ્મ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાનને હંમેશા ખાલી અને સાફ રાખવુ જોઇએ. આ જગ્યા પર ભારે સામાન રાખવો યોગ્ય માનવામાં આવતુ નથી. તેના કારણે પરિવારના આરોગ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. તેથી તેને હટાવી દો. એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં ઇષ્ટ દેવની મુર્તિ હંમેશા દક્ષિણ દિશામાં હોય.
આ સ્થાન પર હોવું જોઇએ ઘરનું મંદિર
વાસ્તુ અનુસાર ઘરના ઇશાન ખુણામાં મંદિર હોય તેને શુભ માનવામાં આવે છે, કેમકે તે ઇશ્વરનું નિવાસસ્થાન મનાય છે. જો તમારા ઘરનું મંદિર પણ આ દિશામાં હોય તો ખુબ શુભ માનવામાં આવે છે. તેનાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. નિરોગી કાયા મળે છે. મંદિર યોગ્ય સ્થાન પર હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાયેલી રહે છે. ઇશ્વરની કૃપાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
ઘરમાં આવી વસ્તુઓ ન રાખો
ઘરમાં ક્યારેય તુટેલો કાચ, બંધ ઘડિયાળ, તુટેલી ફુટેલી વસ્તુઓ, ભંગારની વસ્તુઓ ન રાખવી જોઇએ. આ કારણે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે અને આર્થિક બાબતો પર પણ તેની અસર પડે છે અને ઘરમાં પણ નકારાત્મક પ્રભાવ પડે છે. સાંજના સમયે ઘરમાં કપૂર સળગાવો. તેનાથી આરોગ્ય પણ સારુ રહે છે.
ઘરમાં લાવો આ વસ્તુઓ
વાસ્તુ અનુસાર ઘર કે ઓફિસની અંદર ક્રિસ્ટલ બોલ રાખવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. ક્રિસ્ટલ બોલ નકારાત્મક ઉર્જાને અવશોષિત કરે છે અને તમારા ઘર અને ઓફિસને દુર્ભાગ્યથી મુક્ત કરે છે. ક્રિસ્ટલ બોલ તમે ઘરના મુખ્ય દ્વાર પર પણ લગાવી શકો છો.
આ પણ વાંચોઃ 12 વર્ષની ઉમર સુધીમાં તમારા બાળકને શીખવાડી દો આ ટેવો, તેમનો થશે સર્વાંગી વિકાસ