ગર્ભવતી પત્નીને ખાટલા સાથે બાંધીને…પતિની આવી ક્રુરતા સામે ચારે તરફ ધિક્કાર
અમૃતસર, 21 એપ્રિલઃ પંજાબના અમૃતસરમાં ગર્ભવતી પત્નીની સાથે અમાનવીય ક્રુરતા આચરવાનો ઘૃણાસ્પદ કિસ્સો બન્યો છે. અમૃતસર નજીકના એક ગામમાં સગર્ભા સ્ત્રીને તેના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. બોલાચાલીથી ગુસ્સે થઈને પતિએ મહિલાને ખાટલા સાથે બાંધી અને પછી આગ ચાંપી દીધી. આગમાં અત્યંત ગંભીર રીતે દાઝી જતાં મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. 23 વર્ષની મહિલા 6 મહિનાની ગર્ભવતી હતી.
મળતા અહેવાલ મુજબ, અમૃતસરના બુલેનંગલ ગામમાં આ હદયદ્રાવક ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના પછી પતિએ ગુસ્સામાં મહિલાને પલંગ સાથે બાંધી દીધી હતી અને તેને આગ લગાવી દીધી હતી. મૃતક મહિલાનું નામ પિંકી છે જ્યારે આરોપી પતિનું નામ સુખદેવ છે.
પોલીસના જણાવ્યા મુજબ, “સુખદેવ અને પિંકીના સંબંધો વણસેલા હતા અને તેઓ એકબીજા સાથે ઝઘડો કરતા હતા. શુક્રવારે પણ તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પગલે સુખદેવે પિંકીની હત્યા કરી હતી અને ભાગી ગયો હતો.”
Appalled by the horrifying incident in Amritsar where a man allegedly set his pregnant wife on fire. The brutality of this act is unimaginable. Hon’ble Chairperson NCW @sharmarekha has written a letter to DGP Punjab to arrest the perpetrator and submit an action report in three…
— NCW (@NCWIndia) April 20, 2024
રાષ્ટ્રીય મહિલા પંચે પંજાબ પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો
રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) પણ આ મામલાને ગંભીરતાથી લીધો છે અને પંજાબ પોલીસ પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાષ્ટ્રીય મહિલા પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ મૂકીને આ ભયાનક ઘટનાની આકરી ટીકા કરી છે અને ક્રુરતાને અકલ્પનીય ગણાવી છે. પોલીસનું કહેવું છે કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપી પતિની શોધ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ CM કેજરીવાલને તબીબોએ જ ઇન્સ્યુલિનનો ડોઝ બંધ કરી દીધાનો ખુલાસો