હવે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને હાઈકોર્ટના હુકમો ઈ-મેલ પર મળશે. જેમાં તમામ પોલીસ સ્ટેશનોને આ અંગેની સૂચના આપવામાં આવી છે. તેમજ ગુજરાતના તમામ 763 પોલીસ સ્ટેશનોને સ્વચાલિત ઇમેલ્સ પ્રાપ્ત થશે. તથા નવી સુવિધા રાજયના તમામ પોલીસ સ્ટેશનો માટે શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસ હવે વ્યાજખોરોના ભરડામાં ફસાયેલા લોકોને બચાવશે, હર્ષ સંઘવીએ આપ્યો મહત્ત્વનો આદેશ
તમામ પોલીસ સ્ટેશનોને આ અંગેની સૂચના જારી કરવા તાકીદ
પોલીસ સ્ટેશનના અધિકારીઓ આ ઇમેલ નિયમિત જોતા રહે તેમ જ તેના અનુસંધાનમાં આવશ્યક કાર્યવાહી કરે તે માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયના ગૃહવિભાગ અને સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરોને પણ તમામ પોલીસ સ્ટેશનોને આ અંગેની સૂચના જારી કરવા તાકીદ કરાઈ છે.
તમામ 763 પોલીસ સ્ટેશનોને સ્વચાલિત ઇમેલ્સ પ્રાપ્ત થશે
હાઇકોર્ટ દ્વારા રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો માટે હાઇકોર્ટના ફોજદારી કેસોની માહિતી અને જાણકારી માટે ઇમેઇલ માય કેસ સ્ટેટસ(ઇએમસીએસ) સેવાનો પ્રારંભ કરાયો છે, જે સમગ્ર દેશમાં ઇ-સેવા ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને અનન્ય નાગરિક તેમ જ પક્ષકારલક્ષી પહેલ છે. ઇએમસીએસ સેવાનો આ લાભ ગુજરાતના તમામ 763 પોલીસ સ્ટેશનોને સ્વચાલિત ઇમેલ્સ પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: અંબાજી રોપવે આગામી 5 દિવસ માટે આ કારણોથી રહેશે બંધ, જોકે મંદિર ચાલુ રહેશે
માહિતી પોલીસ સ્ટેશનોને સરળ અને ઝડપી રીતે મળી શકશે
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોની FIRને લગતા હાઇકોર્ટમાં પડતર ફોજદારી કેસોને આ સેવામાં સ્વચાલિત રીતે ઉમેરવાની નવી સુવિધા રાજયના તમામ પોલીસ સ્ટેશનો માટે શરૂ કરવામાં આવી છે. આ નવી પહેલથી હાઇકોર્ટમાં રાજયના કોઇપણ પોલીસ સ્ટેશનની એફ્આઇઆરને લગતા પેન્ડીંગ કેસોની સ્થિતિ અને ભાવિ પ્રગતિની માહિતી પોલીસ સ્ટેશનોને સરળ અને ઝડપી રીતે મળી શકશે.