ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

“every one needs break” – આજથી ત્રણ દિવસ ભાજપનાં કોઇ કાર્યકરો કામ નહીં કરે!

Text To Speech

આજથી ગુજરાત ભાજપનાં લાખો કાર્યકરો ત્રણ દિવસ કોઇ પણ કામ નહીં કરે. અરે આ કોઇ વિરોધ કે ઉથલપાથલનો મામલો નથી આ તો ભાજપ દ્વારા કોર્પોરેટ કલ્ચર અપનાવી તમામ રાજકીય પક્ષો માટે નવો ચીલો ચીતરવાનો મામલો છે. જી હા, ભાજપ દ્વારા પોતાનાં લાખો કાર્યકરો માટે રજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અરે ભાઇ “every one needs break” 

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્રણ દિવસની રજા પર ગયા છે. સોમવારથી 5 મે સુધી ભાજપના કાર્યકરો રજા પાળશે. પાર્ટીના વરિષ્ઠ પ્રવક્તાએ કહ્યું કે ગુજરાતના 1.10 કરોડ કાર્યકરોને રજા આપવામાં આવી છે. 5 મે સુધી ભાજપ ગુજરાતમાં કોઈ મોટો કાર્યક્રમ નહીં કરે. “કદાચ આ પ્રકારનો નિર્ણય પ્રથમ વખત લેવામાં આવ્યો છે,” તેમણે કહ્યું કે, પાર્ટીના કાર્યકરો સ્વેચ્છાએ કામ કરે છે અને તેમના પર કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવાનું દબાણ નથી. જો કે, છેલ્લા બે વર્ષથી પાર્ટીના કાર્યકરો આરામ કર્યા વિના સતત કામ કરી રહ્યા છે અને તેથી પાર્ટી નેતૃત્વને લાગે છે કે તેમને થોડા દિવસની રજા આપવી જોઈએ.

ભાજપનાં એક કાર્યકર્તાએ જણાવ્યું કે પાર્ટીની બેઠક ગુજરાતમાં કમલમ હેડક્વાર્ટરમાં યોજાઈ હતી. પાર્ટીના એક ટોચના કાર્યકર્તાએ કહ્યું હતું કે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાશે અને કાર્યકરોને સખત મહેનત કરવા આરામની જરૂર છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું આવી જશે અને તેથી વહેલી ચૂંટણીને કોઈ અવકાશ નથી. ચૂંટણી માટે લગભગ 45 દિવસનો સમય જરૂરી છે. દેશમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં ચૂંટણીઓ યોજાતી નથી. જેના કારણે મેનેજમેન્ટ માટે સમસ્યા સર્જાય છે. તમામ હકીકતો અને ભ્રમણાઓ વચ્ચે વિશ્વમાં ભાજપ કદાચ પહેલો રાજકીય પક્ષ હશે જેણે પોતાનાં કાર્યકરતાઓ માટે આવું વિચારી ઓફિસિયલ રજાઓ જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે.

Back to top button