ગુજરાતટોપ ન્યૂઝ

દર એક લાખે 9 મહિલા આ કેન્સરનો શિકાર બની!

  • ઓવેરિયન કેન્સરના 100માંથી 15 દર્દીમાં બ્રાકાજીન પોઝિટિવ
  • પ્રથમ તબક્કામાં ડિટેક્ટ થાય તો 95 ટકા કેસમાં સારું થાય છે
  • ઓપરેશનની સાથે કિમોથેરાપીની પણ સારવાર લેવી પડે

પોતાના જીવન દરમિયાન નવમાંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ રહે છે. મહિલાઓમાં દેખાતા મુખ્ય દસ કેન્સરમાં ત્રીજા ક્રમનું ઓવેરિયન કેન્સર છે. દર એક લાખે 9 મહિલાને ઓવેરિયન કેન્સર થાય છે. જે 35થી 65 વર્ષની વય દરમિયાન દેખાય છે. 70થી 75 ટકા કેન્સર ત્રીજા કે ચોથા તબક્કામાં પકડાય છે. જેને લીધે ઓવેરિયન કેન્સરથી પીડિત મહિલાને સારું થયાની શક્યતા ફક્ત 25થી 30 ટકા રહે છે.

આ પણ વાંચો: સ્માર્ટફોનથી છેતરપિંડી દ્વારા ગુજરાતીઓએ રૂ. 815 કરોડ ગુમાવ્યા

પ્રથમ તબક્કામાં ડિટેક્ટ થાય તો 95 ટકા કેસમાં સારું થાય છે

પ્રથમ તબક્કામાં ઓવેરિયન કેન્સર ડિટેક્ટ થાય તો 95 ટકા કેસમાં સારું થઈ શકે છે. કેન્સરના કુલ મૃત્યુના 3.5 ટકા મોત ઓવેરિયન કેન્સરને કારણે થાય છે. આઈસીએમઆરના વર્ષ 2019-20ના રિપોર્ટ મુજબ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવનારી મહિલાઓમાં ઓવેરિયન કેન્સરનું જોખમ 60 ટકા ઘટે છે. આ રોગથી બચવાનો મુખ્ય ઉપાય જનજાગૃતિ છે. જેને કારણે  વિદેશોમાં ઓવેરિયન કેન્સરનું પ્રમામ ઘટી રહ્યું છે. લોકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી દર વર્ષે 8 મેના રોજ વિશ્વ ઓવેરિયન (અંડાશય) કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઓખાના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા 

ઓવેરિયન કેન્સરના 100માંથી 15 દર્દીમાં બ્રાકાજીન (ડીએનએનો એક ભાગ) પોઝિટિવ

આ અંગે એક રેડિએશન વિભાગના વડાએ જણાવ્યું કે, ઓવેરિયન કેન્સરના 100માંથી 15 દર્દીમાં બ્રાકાજીન (ડીએનએનો એક ભાગ) પોઝિટિવ હોય છે. બ્રાકાજીન પોઝિટિવ હોય તેવા પરિવારમાં 25થી 55 ટકા કેન્સરનું રિસ્ક રહે છે. બ્રાકાજીનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવા કેસમાં બીજકોષ (અંડકોષ) અને સ્તનનું ઓપરેશન કરવાથી કેન્સર જોખમ ઘટે છે. બાળકનો વહેલા જન્મ, ધાવણ આપવાથી મહિલાઓને કેન્સર સામે રક્ષણ મળે છે. બીજ કોષનું ઓપરેશન કરવાથી 90 ટકા રક્ષણ મળે છે, પરંતુ ઘરનું ધ્યાન રાખતી મહિલાઓ પોતાનું ધ્યાન રાખતા નથી. જેથી તેઓ કેન્સરથી બચવાની ઉપરોક્ત બાબતો પર ધ્યાન આપતી નથી.

આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબીના પત્તા ખુલ્યા 

ઓવેરિયન કેન્સર 40 વર્ષથી વધુ વયની મહિલાઓમાં જોવા મળે છે

એક તબીબના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે ઓવેરિયન કેન્સર 40 વર્ષથી વધુ વયની મહિલાઓમાં જોવા મળે છે. પરંતુ હવે, ઓવેરિયન કેન્સર 30 વર્ષ પછીની વયની મહિલાઓમાં દેખાય છે. જેની પાછળ વજન, વારસાગત, પ્રદૂષિત ખોરાક (જંકફૂડ), પ્રિઝર્વેટિવ ખોરાક જેવા કારણો જવાબદાર છે. 50 ટકા મહિલાઓને ઓવેરિયન કેન્સર ત્રીજા કે ચોથા તબક્કામાં ખબર પડે છે.

આ પણ વાંચો: વિદેશમાં રહી માતા-પિતાથી રૂપિયા લેનારા વિદ્યાર્થીઓને ITની નોટિસ

ઓપરેશનની સાથે કિમોથેરાપીની પણ સારવાર લેવી પડે

એક કેન્સર સર્જનના જણાવ્યા અનુસાર, ઓવેરિયન કેન્સર પ્રથમ તબક્કામાં પકડાઈ જાય અને સમયસર ઓપરેશન થઈ જાય તો દર્દી નોર્મલ જીવન જીવી શકે છે, પરંતુ મોટાભાગના દર્દી ત્રીજા કે ચોથા તબક્કામાં આવતા હોય છે. જેને લીધે ઓપરેશનની સાથે કિમોથેરાપીની પણ સારવાર લેવી પડે છે. અનિયમિત માસિક, ખોરાક ઘટવો, પેટમાં દુખાવો, અંડકોષમાં ગાંઠ જણાય તો તપાસ કરાવવી જોઈએ.

Back to top button