આ ગામના દરેક હાથીને મળે છે પોતાનો ફ્લેટ અને સ્વિમિંગ પૂલ
- ડૉક્ટરોની ટીમ 24 કલાક રહે છે હાજર
- હાથીઓ માટે તળાવ, માટી સ્નાન, હોસ્પિટલ જેવી સુવિધાઓ
જયપુર, 17 જૂન, વધતી જતી માનવ વસ્તીએ ધીમે ધીમે પૃથ્વીનો મોટા ભાગનો ભાગ કબજે કરી લીધો છે. જેનાથી પ્રાણીઓના જંગલો ઓછા થયા છે. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાથીઓ માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. એક એવું ગામ જ્યાં માત્ર 80 જેટલા હાથી જ નથી, પરંતુ તેમના માટે 1 BHK અને 2 BHK જેવા ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ ગામમાં હાથીઓ માટે તળાવ, માટી સ્નાન, હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
માણસે ધીમે ધીમે પ્રાણીઓના લીલા વૃક્ષો કાપીને કોંક્રિટના જંગલો બનાવ્યા છે. પરંતુ અમે તમને એક એવા ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે માણસો માટે નહીં પરંતુ હાથીઓ માટે બનાવવામાં આવ્યું હતું. જયપુરમાં એક એવું ગામ છે, જ્યાં માત્ર 80 જેટલા હાથી જ નથી, પરંતુ તેમના માટે 1 BHK અને 2 BHK જેવા ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં હાથી ગામમાં હાથીઓ માટે તળાવ, માટી સ્નાન, હોસ્પિટલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સાચું છે. જયપુરમાં આવું જ એક ગામ છે, અંહિયા મનુષ્યોની જેમ, હાથીઓના પણ લક્ષ્મી, ચમેલી, રૂપા, ચંચલ જેવા નામો છે. અને તેઓ ફક્ત નામથી જ ઓળખાય છે.
હાથી ગામ જયપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આમેર કિલ્લા પાસે આવેલું છે. અહીં હાથીઓના રહેવાની તમામ વ્યવસ્થા છે, જેને જોવા માટે દેશ જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ અહીં આવે છે. પર્યટકો ખાસ કરીને એલિફન્ટ વિલેજમાં એલિફન્ટ સફારીનો આનંદ માણવા આવે છે. આનાથી પ્રવાસીઓ માત્ર સફારીનો આનંદ માણવાની સાથે હાથીઓની જીવનશૈલીને નજીકથી જાણવાની તક પણ મળે છે. અહીં, હાથીઓની સંભાળ રાખવા માટે, માહુતના પરિવારો પણ હાથીઓની નજીક રહે છે. અને તેમનો ભરણપોષણ પણ હાથીઓ પર આધારિત છે. તેમની દુનિયા પણ બાકીના લોકો કરતા અલગ છે, જેઓ વર્ષોથી માત્ર હાથીઓ વચ્ચે જ દિવસ-રાત પોતાનું જીવન જીવે છે.
હાથીઓ માટે રહેવા ખાવા પીવાની અને હોસ્પિટલની છે સુવિધા
રસપ્રદ વાત એ છે કે અહીં રહેતા દરેક હાથીનો પોતાનો ફ્લેટ છે, એટલે કે દરેક હાથી માટે અલગથી રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાથીઓ માટે આ ગામમાં એક કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં તેઓ નહાવાની મજા માણી શકે છે. હાથીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ ગામમાં એક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, જ્યાં ડોક્ટરોની ટીમ 24 કલાક હાજર રહે છે. ખાસ ઓળખ માટે હાથીઓના કાન નીચે માઈક્રોચિપ્સ પણ લગાવવામાં આવી છે. તે જ સમયે, મોસમના આધારે, હાથીઓને પણ મહિનામાં 15 દિવસની રજા મળે છે અને શિયાળા, ઉનાળો અને વરસાદની ઋતુ અનુસાર ખોરાક આપવામાં આવે છે.
આ પણ વાંચો..ઉંદર-બિલ્લી રમ્યા સંતાકૂકડી, અને પછી શું થયું? જૂઓ વીડિયો