ગુજરાત

ધોરણ 8 પછી દર 17 મો વિદ્યાર્થી ભણવાનું છોડે છે, ડ્રોપ આઉટ રેશિયોમાં ગુજરાત આ ક્રમે!

Text To Speech

લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણમંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે દેશમાં માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો 12.6નો છે જ્યારે ગુજરાત સહિત 12 એવાં રાજ્યો છે જ્યાં ડ્રોપઆઉટ રેશિયો દેશની સરેરાશ કરતાં પણ વધારે છે. સૌથી વધુ ઓડિશામાં ત્યારબાદ મેઘાલય, બિહાર અને આસામ તેમજ પશ્ચિમ બંગાળમાં વિદ્યાર્થી ધોરણ-8 પછી શાળાએ જતો જ નથી. દેશમાં ચંડીગઢ અને લક્ષદ્વીપ આ બે રાજ્યો જ એવાં છે જ્યાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય છે. જ્યારે મણિપુરમાં 1.3, હિમાચલ પ્રદેશમાં 1.5 અને દિલ્હીમાં આ રેશિયો 4.8 છે. ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી પણ માથાદીઠ દેવું 56,568/- રૂપિયા !
ગુજરાત - Humdekhengenewsદેશનાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી 15 રાજ્યો એવાં છે જ્યાં વર્ષ 2021-22માં પ્રાથમિક શાળામાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય છે. જેમાં ગુજરાતે પણ આ સિદ્ધિ હાંસલ કરી છે. પ્રાથમિક અભ્યાસક્રમમાં 0 ડ્રોપઆઉટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત, દીવ-દમણ, કર્ણાટક, દિલ્હી, આંધ્રપ્રદેશ, બિહાર, ચંડીગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરલ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : સ્ટેટ મોનીટરીંગ સેલની પ્રશંસનીય કામગીરી પણ સ્થાનિક પોલીસ હમેશા સવાલોના ઘેરામાં
ગુજરાત - Humdekhengenews

 રાજ્ય         ડ્રોપ આઉટ રેશિયો

ઓડિશા             27.3
મેઘાલય              21.7
બિહાર               20.5
આસામ             20.3
પ.બંગાળ           18
ગુજરાત             17.9
નાગાલેન્ડ          17.5
પંજાબ               17.2
આંધ્રપ્રદેશ         16.3
કર્ણાટક             14.7
તેલંગાણા           13.7

Back to top button